← ઇંધન ખૂટ્યાં હો ! નિહારિકા
મારો રાજવી
રમણલાલ દેસાઈ
હિંદુસ્તાન ! →


મારો રાજવી


૦ રાગ - કુંજલડી રે સંદેશો અમારો ૦

ભાલો ઝગે છે મારા વીર કેરા હાથમાં;
પહોળી રૂપાળી ઢાલ પીઠે લળી,
શસ્ત્રો સજેલ મારો વીર શૂરસાથમાં,
લાંબી વિશાલ આંખે વીજળી ઢળી;
સોહે સદા ય રાજ બખ્તરની બાથમાં.

વીરે કસેલ કેડ વાંકી કટારીએ;
તીર ને કમાન એની ખાંધે ઝૂલે;
ગોરી નિહાળે કૈંક ઊભી અટારીએ,
ખણકે તલવાર એનાં દિલડાં ડૂલે;
વીરના દિદાર દેખી આંખોને ઠારીએ.

વીરને વાઘા સોહે કેસરિયા,
વાંકડી અલકલટ ભાલે રમે રસાળ;
ચાંદા સૂરજનાં તેજ મુખે વેરિયાં,
ધીરી અધીરી એની મદમત્ત સિંહચાલ;
ઝબકે એ પોપચામાં અગ્નિનાં હેરિયાં.

બાણે બિછાવી મારા રાજવીની સેજડી;
રઢિયાળો રાજ રમે યોદ્ધાના વીર રાસ;
શેાધે સદા ય શુર શસ્ત્રધોધની ઝડી.

માગી રહ્યો એ યુદ્ધ ભૂમિમાંહે નિત્યવાસ,
મેતની બનાવી મારા રાજવીએ ચાખડી.

વી૨નેવ્હાલાંજુદ્ધનાંનોતરાં,
ઊનાં રુધિર રક્તસ્નાનમાં રિઝાય વીર,
પોઢવા રે માગે એ તો રણરંગ ચૉતરા,
કાપે કે આપે શીશ દિલનો દરિયાવ ધીર;
રાજવીને હૈયે રમે સ્નેહના ઊંંડા ઝરા.