નેતાજીના સાથીદારો/સિપેસાલારનાં ફરમાનો

← બેટાઈ દંપતિ નેતાજીના સાથીદારો
સિપેસાલારનાં ફરમાનો
પ્રહ્‌લાદ બ્રહ્મભટ્ટ



[૧૦]

સિપેહસાલારનાં ફરમાનો


[ફરમાનો અને આદેશો]


‘આઝાદ હિંદ સરકારના અમલ દરમિયાન, આઝાદ હિંદ સરકારના વડા અને આઝાદ હિંદ ફોજના સર સેનાપતિ તરીકે, નેતાજી સુભાષ બોઝે કેટલાક ફરમાનો પ્રસિદ્ધ કરેલાં. એમાંનાં કેટલાંક ફરમાનો અહીં આપ્યાં છે:

સ્પેશિયલ ઓર્ડર ઓફ ધી ડે.
 
સુભાષચંદ્ર બોઝ: સુપ્રિમ કમાન્ડર
 
આઝાદ હિંદ ફોજ.
 

‘હિંદની આઝાદીની લડતના અને આઝાદ હિંદ ફોજના હિતને ખાતર, આજથી આપણી ફોજનો સીધો અંકુશ મેં હાથ ધર્યો છે.

‘મારે માટે એ ગર્વ અને મગરૂબીનો વિષય છે. એક હિંદીને માટે, હિંદની આઝાદી માટે ઝુઝનાર આઝાદ ફોજના સેનાપતિ થવું, એથી બીજી મહાન ગૌરવની કોઈ વાત નથી. આપણી સમક્ષ જે મહાન પ્રશ્નો પડેલા છે તેનાથી હું સુપરિચિત છું અને મારે માથે જે મહાન જવાબદારી આવી પડે છે તેના બોજથી મારી ગરદન ઝુકી જાય છે.

ઈશ્વર, હિંદીઓ પ્રત્યેની મારી ફરજ, તમામ સંજોગોમાં– મુશ્કેલમાં મુશ્કેલ સંજોગોમાં–અદા કરવાની મને તાકાત આપે, એવી હું પ્રાર્થના કરું છું.

હું મારા દેશના ૩૮ કરોડ દેશબંધુઓ, કે જેઓ ભિન્ન ભિન્ન ધર્મ પાળે છે. તેમનો એકમાત્ર સેવક છું, મેં મારી ફરજો એવી રીતે બજાવવાનો નિશ્ચય કર્યો છે કે, મારા ૩૮ કરોડ દેશબાંધવોનાં હિતો મારા હાથમાં સલામત રહે, કોઈ પણ વ્યક્તિને મારા પ્રત્યે અવિશ્વાસ રાખવાનું કારણ ન રહે. અખંડ રાષ્ટ્રવાદ, સંપૂર્ણ ન્યાય અને તટસ્થતાના પાયા પર જ હિંદની આઝાદીની ઈમારત ઊભી કરી શકશે.

આપણી માતૃભૂમિની મુક્તિ માટે, આઝાદીની લડતમાં હિંદની ૩૮ કરોડની પ્રજાની ઈચ્છા મુજબની આઝાદ સરકારની સ્થાપના કરવા માટે હિંદની આઝાદીની હંમેશને માટે રક્ષા ફરવા માટે, કાયમી લશ્કરી તાકાત ઊભી કરવા માટેના કાર્યમાં આઝાદ હિંદ ફોજે મહત્ત્વનો ફાળો આપવાનો છે.

અને એ હિસ્સો પૂર્ણ કરવા માટે એક જ ધ્યેય આપણી નજર સમક્ષ હંમેશને માટે ખડું રહેશે. એ ધ્યેય, હિંદની આઝાદી માટે મૃત્યુ યા મૂક્તિનો ધ્યાનમંત્ર: આઝાદ ફિંદ ફોજ એક ખડકની માફક અણનમ ઊભી રહેશે. જ્યારે આપણે કૂચ કરશું ત્યારે, આઝાદ હિંદ ફોજ ઝડપી કૂચ કરશે.

આપણો માર્ગ સરળ નથી. યુદ્ધ અને મુશ્કેલીઓ ભરી પડી છે, પણ ન્યાય અને આપણા કાર્યની સત્યતામાં મને સંપૂર્ણ વિશ્વાસ છે. ૩૮ કરોડ માનવપ્રજા–જગતની પ્રજાનો પાંચમો ભાગ–ને આઝાદ થવાનો હક્ક છે જ અને તેઓ અત્યારે આઝાદીની કિંમત ચૂકવવાને તૈયાર થયા છે.

આઝાદ થવાના આપણા જન્મસિદ્ધ અધિકારથી આપણને દુનિયાની કોઈ તાકાત વંચિત કરી શકે તેમ નથી.

બિરાદરો ! અધિકારીઓ અને સભ્યો ! તમારા અડગ ટેક અને અપ્રતીમ વફાદારી સાથે, આઝાદ હિંદ ફોજ, હિંદની મુક્તિ માટેના જંગનું એક હથિયાર થઇ પડશે. અંતિમ વિજય આપણો જ છે એ ચોક્કસ છે. હું તેની આપને ખાત્રી આપું છું. આપણા કાર્યનો આરંભ થઈ ચૂક્યો છે.

આપણા અધરોષ્ટ પર ‘દિલ્હી ચલો’ નો પોકાર ગુંજતો કરીને, ન્યુ દિલ્હીમાંની વાઈસરૉયની મહેલાત પર, જ્યાં સુધી ત્રિરંગી ઝંડો ફરકતો ન થાય અને આઝાદ હિંદ ફોજ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લામાં કૂચ ન કરે ત્યાં સુધી સપ્ત પરિશ્રમ સાથે આપણો જંગ ચાલુ રહેશે.

જનરલ હેડક્વાર્ટસ
હિંદી રાષ્ટ્રીય ફોજ
૨૫ ઓગસ્ટ ૨૬૦૩
(સહી)સુભાષચંદ્ર બોઝ
સુપ્રિમ કમાન્ડર
(સિપેહ સાલાર)
 




સ્પેશિયલ ઓર્ડર ઓફ ધી ડે.

આઝાદ હિંદ ફોજના બિરાદરો !

આ વર્ષના માર્ચ મહિનાની અધવચ્ચમાં આઝાદ હિંદ ફોજની એડવાન્સ ટુકડીએ ખભેખભા મિલાવીને, પોતાનાથી બળવાન એવા શત્રુઓ સાથે વીરતા ભર્યો જંગ ખેલ્યો, શાહી જાપાની દળો હિંદ–બર્મા સરહદ ઓળંગી ગયા અને હિંદની ધરતી પર જ હિંદની મૂક્તિ માટેનો સંગ્રામ એ રીતે શરૂ થયો.

સદીઓ થયા બ્રિટીશરોએ હિંદનું ભયંકર રીતે શોષણ કર્યું છે, અને તેમને માટે, તેમનો જંગ ખેલાવાને પરદેશી સૈનિકોને લાવવામાં આવ્યા છે. અને એ રીતે આપણી સામે લડવા માટે જંગી તાકાત ઉભી કરવામાં આવી હતી. હિંદ–બર્મા સરહદ ઓળંગી ગયા પછી આપણી ફોજને આપણા કાર્ય પરત્વે વધુ શ્રદ્ધા જાગી છે અને પોતાના કરતાં વધુ તાકાતવાન અને શક્તિશાળી, બ્રિટિશ ફોજોનો મુકાબલો કરીને, દુશ્મનની તાકાતને છિન્નભિન્ન કરી તેમને દરેક જંગમાં શિકસ્ત આપી છે.

સારી તાલીમ પામેલા શિસ્તબદ્ધ અને હિંદની આઝાદી ખાતર મૃત્યુ યા મુક્તિનો નિશ્ચય કરીને લડતી આપણી ટુકડીઓએ દુશ્મન પર પોતાની સર્વોપરિતા તાત્કાલિક સ્થાપી દીધી છે, અને દુશ્મનની નૈતિક તાકાત છિન્નભિન્ન થઈ ગઈ છે.

મુશ્કેલ પરિસ્થિતિમાં જંગ ખેલતા આપણા અફસરો અને સૈનિકોએ, જે બહાદુરી અને વીરતા બતાવી છે તે માટે તે સહુની પ્રશંસાને પાત્ર નીવડ્યા છે. આ વીરોએ પોતાના ખૂન અને બલિદાનથી એવી પ્રથા પ્રસ્થાપિત કરી છે કે આઝાદ હિંદના ભાવિ સૈનિકને એને પગલે ચાલવું પડશે.

તમામ ગોઠવણો પૂર્ણ થઈ ગઈ છે અને ઈમ્ફાલ પર આખરી ફટકો લગાવવાનો સમય પણ આવી પહોંચ્યો છે. સખ્ત ચોમાસામાં ઈમ્ફાલ પર આક્રમણ કરવાનું અને તેને ટકાવી રાખવાનું આપણા માટે મુશ્કેલ હતું.

સાધનોની મુશ્કેલીઓને કારણે આપણે : આક્રમણ કરવાની યોજના પડતી મૂકવી પડી છે. આક્રમણની યોજના પડતી મૂક્યા પછી, આપણા જૂથ નીચેની હરોળને ટકાવી રાખવાનું આપણા સૈન્યને માટે વધુ લાભદાયી જણાયું અને વધુ અનુકૂળ રક્ષણાત્મક પ્રવૃત્તિ માટે આપણી ફોજોને પાછી ખેંચી લેવી એ મુનાસબ લાગે છે.

આ નિર્ણય પ્રમાણે આપણી ફોજોને વધુ અનુકૂળ રક્ષણાત્મક હરોળ પર પાછી ખેંચી લેવામાં આવી છે. હવે આપણે આપણો સમય સંપૂર્ણ રીતે તૈયાર થવા પાછળ વ્યતિત કરશું કે જેથી વધુ અનુકૂળ હવામાન વચ્ચે આપણે આક્રમણ કરી શકીએ.

મોરચા પરના કેટલાક વિભાગોમાં દુશ્મનને આપણે સખ્ત ફટકો માર્યો હોઈને, અંતિમ નિજયમાં અને એંગ્લો-અમેરિકન આક્રમણકારી દળોને છિન્ન ભિન્ન કરવાની આપણી તાકાત વિષે વધુ શ્રદ્ધા જન્મી છે.

આપણી તૈયારી સંપૂર્ણ થશે કે તરત જ આપણે આપણા દુશ્મન સામે જંગી આક્રમણ શરૂ કરીશું. ઉચ્ચ લડાયક શક્તિ, હિંમત અને આપણા અફસરો અને સૈનિકોના ફરજ પ્રત્યેના અડગ ખ્યાલોથી વિજય આપણો જ છે.

આપણી આઝાદીની લડતમાં જેઓએ પોતાના પ્રાણનાં બલિદાન આપ્યાં છે, તેઓને અમારાં હૈયાં વન્દે છે, પણ તેઓ આપણને, આ જંગમાં પ્રેરણા આપી રહ્યા છે. જય હિંદ.

બર્મા
૧૪ ઓગસ્ટ ૧૯૪૪
(સહી) સુભાષચંદ્ર બોઝ
સુપ્રિમ કમાન્ડર
આઝાદ હિંદ ફોજ
 




સ્પેશિયલ ઓર્ડર ઓફ ધી ડે.

તમામ અફસરો અને સૈનિકો જોગ,
આઝાદ હિંદ સૈન્ય,

બિરાદરો,

તમે સૌ જાણો છો કે ગયા વર્ષે રણમેદાન પર આઝાદ હિંદ ફોજના સૈનિકોએ ભવ્ય સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. આ સૈનિકોએ પોતાના સ્વદેશપ્રેમ, વીરતા અને આત્મબલિદાનથી દુશ્મનો પર વિજય મેળવ્યો હતો. પણ થોડાક અફસરો અને સૈનિકોની દગાખોરી અને કાયરતાને પરિણામે તે નાકામયાબ નિવડ્યો.

આપણે આશા રાખીએ કે નવા વર્ષથી તમામ પ્રકારની કાયરતા અને દગાખોરીનો અંત આવી જશે. અને આ વર્ષનું આાઝાદ હિંદ ફોજનું આક્રમણ વીરત્વના અને આત્મબલિદાનના ભવ્ય ઇતિહાસનું સર્જન કરશે. પણ એમ થઈ શક્યું નથી- તાજેતરમાં જ વડા મથકનાં પાંચ ઓફિસરોની બેઈમાની અને બેવફાઇએ આપણી આંખો ખોલી દીધી છે કે—આપણી હરોળમાં બધા જ શુભ હેતુઓ ધરાવતા નથી, એટલે હજી પણ આપણે આ જાતની બેવફાઈ અને કાયરતાનો નાશ કરવાની જરૂર છે. જો આપણે એક વખત આ જાતની બેવફાઇ અને કાયરતાનો અંત લાવી શકીએ તો, આવા શરમજનક અને આત્મઘાતક પગલાં, ઇશ્વરની કૃપાથી આપણે માટે, માર્ગદર્શક થઈ પડશે, ઇશ્વરના આશીર્વાદ સમજીશું. આથી મેં આપણી ફોજોની સફાઈ માટે કડકમાં કડક પગલાં લેવાનો નિશ્ચય કર્યો છે. અને વિશ્વાસ છે કે મારા આ નિશ્ચયમાં મને તમારો સંપૂર્ણ અને અડગ ટેકો મળી રહેશે.

બેવફાઇ અને કાયરતાનો સંપૂર્ણપણે નાશ કરવા માટે. નીચેનાં પગલાં ભરવાની જરૂર પડે છે.

(૧) આઝાદ હિંદ ફોજના તમામ સભ્યો, અફસરો, એન. સી. એ. અથવા સિપાહી, ફોજના કોઇ પણ સભ્યને પછી તે ગમે તે હોદ્દો ધરાવતો હોય તો પણ કાયરતા ભરી બેવફાઈ માટે, પકડી શકશે અને જો કોઈ બેવફાઇ કરતો જણાય તો તેને ગોળીથી ઠાર પણ કરી શકશે.

(ર) આઝાદ હિંદ ફોજના તમામ સભ્યોને, હજી પણ તક આપવા માગું છું કે, જેઓ પોતાની ફરજ વફાદારીપૂર્વક અદા કરવાને, તૈયારી ન હોય, અથવા તો ભવિષ્યમાં હિંમતપૂર્વક મર્દાનગીથી યુદ્ધમાં લડના તૈયાર ન હોય, તેઓ આઝાદ હિંદ ફોજમાંથી છુટા થઇ શકે છે. આ તક, આ હુકમની પ્રસિદ્ધિ પછી એક અઠવાડિયા સુધી રહેશે.

(૩) જેઓ સ્વેચ્છાપૂર્વક ફોજમાં રહેવાને તૈયાર ન હોય તેમને ફોજમાંથી ચાલ્યા જવાની તક આપવા છતાં પણ હું આઝાદ હિંદ ફોજનું કામ તો ચાલુ રાખવા જ માગું છું એટલે જેઓ આઝાદ ફોજને બેવફા નિવડશે તેઓ-જેમના પ્રત્યે શક હોય તેમને,–અથવા તો કટોકટીની પળે જ બેવફા નિવડે તેને દૂર કરવામાં આવશે. આઝાદ હિંદ ફોજનું ધ્યેય સફળતાથી પાર પાડવા માટે હું તમારા સંપૂર્ણ સહકારની માંગણી કરૂં છું. એટલે હું ઇચ્છું છું કે તમે, મને અને મારા વિશ્વાસુ સાથીદારોને, આપણા સૈન્યમાં હજી પણ જે કાયરતા અને બેવફાઇ ભર્યાં તત્ત્વો હોય તે વિષે માહિતીએ. પૂરી પાડે.

(૪) અત્યારે જ આ દૂષણ દૂર કરવું એ પૂરતું નથી, પણ ભવિષ્યમાંય દૂષણ દૂર કરવાનું તો ચાલુ રહેશે, એથી આઝાદ હિંદ ફોજના પ્રત્યેક સભ્યની ફરજ છે કે ભવિષ્યમાં પણ આવી જાતની બેવફાઈ અને કાયરતાના બનાવો વિષે ધ્યાન રાખે. પોતાની આંખ ખૂલી રાખે, કાત સતેજ રાખે, ભવિષ્યમાં કોઇ પણ સભ્યને કાયરતા અને બેવફાઇના બનાવ અંગે કંઇ પણ માહિતી મળે કે તરત જ તેણે, લેખીત અગર તો મૌખીક રીતે મને અથવા તો જે કોઈ ઓફીસરને તે મળી શકે તેમ હોય તેવા ઓફીસરને પહેાંચતી કરે. બીજા શબ્દોમાં કહીએ તો, હવેથી સદાને માટે આઝાદ હિંદ ફોજનો પ્રત્યેક સભ્ય આઝાદ હિંદ ફોજ અને હિંદુ રાષ્ટ્રની પ્રતિષ્ઠા અને તેના ગૌરવના રખેવાળ બને છે.

(૫) દુષણો દુર કર્યાં પછી, સ્વેચ્છાએ જેમને ખસી જવું હોય તેમને ખસી જવાની તક આપ્યા પછી, પશુ જો બેવફાઇ અને કાયરતાના બનાવો બનતાં જણાશે તો, એને માટે જવાબદાર હશે તેને મોતની શિક્ષા થશે

(૬) કાયરતા અને બેવફાઈ સામે આપણી ફોજમાં નૈતિક બળ ખીલવવા માટે, આપણે કાયરતા અને બેવફાઈ સામે, સખ્ત તિરસ્કારનું વાતાવરણ ઉભું કરવું જોઇએ. આ ફોજના પ્રત્યેક માનવીના મનમાં એવી ભાવના જાગવી જોઇએ કે તે એક ક્રાંતિકારી સૈન્યનો સૈનિક છે. અને દગાખોરી, કાયરતા કે બેવફાઈ કરતાં બીજો કોઈ ગંભીર ગુન્હો તેને માટે નથી. કાયરતા અને બેવફાઈ સામે ઉગ્રમાં ઉગ્ર તિરસ્કાર કઈ રીતે ફેલાવી શકીએ તે વિષે જુદી માહિતી આપવામાં આવી છે એટલે આશા રાખવામાં આવે છે કે, હવેથી આપણી ફોજમાં બેવફાઈ અને કાયરતાના બનાવો બનશે નહિ.

(૭) આ જાતના દૂષણો દૂર થયા પછી, આઝાદ હિંદ ફોજના સૈનિકોએ, જ્યાં સુધી આપણી પ્યારી માતૃભૂમિ મૂક્ત ન થાય ત્યાં સુધી વીરતાથી હિંમત પૂર્વક લડતા રહેવાના સોગંદ ફરીથી લેવા પડશે. આ સોગંદ વિધી અને કઈ રીતે એ સોગંદ લેવાના છે તે સંબંધમાં જુદી સૂચનાઓ પ્રસિદ્ધ થશે.

(૮) ભેવફાઈ અને કાયરતાના બનાવો અંગે માહતી આપનારને તેમજ બેવફાઈ અને કાયરતા માટે જવાબદાર એવા શખ્સને ગીરફ્તાર કરનારને, અથવા તો ગોળીથી ઠાર કરનારને ખાસ ઈનામો આપવામાં આવશે.


બર્મા
તા. ૧૩ માર્ચ ૧૯૪૫
(સહી)સુભાષચંદ્ર બોઝ
સુપ્રિમ કમાન્ડર
આઝાદ હિંદ ફોજ
 




સ્પેશિયલ ઓર્ડર ઓફ ધી ડે

તમામ અફસરો અને સૈનિકો જોગ,
આઝાદ હિંદ ફોજ,

બિરાદરો !

કાયરતા અને બેવફાઇ પ્રત્યેનો આપણો તિરસ્કાર, રોષ અને નફરત વ્યક્ત કરવાને, અગાઉથી નક્કી કરવામાં આવે તે દિવસે, આઝાદ હિંદ ફોજની દરેક છાવણીમાં ખાસ દેખાવો થનાર છે એમાં પ્રત્યેક અફસરે અને સૈનિકે ભાગ લેવાનો છે.

આ દેખાવો વિષેનો કાર્યક્રમ દરેક છાવણી પોતાને યોગ્ય લાગે તે કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવાને માટેનો નક્કી કરી શકે છે. આમ છતાં એ કાર્યક્રમ અંગેની કેટલીક સૂચનાઓ અહીં આપવામાં આવી છે.

(૧) કાયરતા અને બેવફાઇ પ્રત્યે તિરસ્કાર અને નફરત પેદા કરે તેવા કામો અગર તો નિબંધો લખવા અને વાંચવા.

(ર) કાયરતા અને બેવફાઈ પ્રત્યે રોષ પેદા થાય તેવા નાટકો ભજવી શકાય હોય તેવા ભજવવા.

(૩) દગાખોરોના (રીઆઝ, માદન, સરવરે, દે, મહમદબક્ષ અને બીજાઓ) પૂતળાઓ, કાગળના પૂંઠાના, માટીના અથવા તો બીજી કોઇ ચીજના ઉભા કરવા. આ પૂતળાઓ માનવજાત જેવા અથવા તો પશુઓ જેવા બનાવવા અને પ્રત્યેક સભ્યે એવા દગાખોરો પ્રત્યેનો પોતાનો તિરસ્કાર અને રોષ સખ્ત રીતે વ્યક્ત કરવો.

(૪) હિંદના ભૂતકાળના વીરોની પ્રશસ્તિ કરતાં વ્યાખ્યાનો આપવા અને આઝાદ હિંદ ફોજના સભ્યો, આજના મૂક્તિ સંગ્રામમાં વીરતાનો પાઠ આપવો.

(૫) એ દિવસની શરૂઆત અને અંત રાષ્ટ્રીય ગીતથી થવો જોઇએ, તેમજ સમુહમાં પોકારો થવા જોઇએ.

શ્રેષ્ઠ કાર્યક્રમ રજુ કરનાર છાવણીને ખાસ ઇનામો આપવામાં આવશે.


બર્મા.
તા. ૧૩–૩–૧૯૪૫
(સહી)સુભાષચંદ્ર બોઝ
સુપ્રીમ કમાન્ડર
આઝાદ હિંદ ફોજ
 


સ્પેશિયલ ઓર્ડર ઓફ ધી ડે
સુભાષચંદ્ર બોઝ
સુપ્રીમ કમાન્ડર આઝાદ હિંદ ફોજ

બર્મા: ફેબ્રુ. ૧૯૪૪

આખું વિશ્વ આજે આરાકાન મોરચા પર નજર ઠેરવી રહ્યું છે. રોજ-બ-રોજ તે મોરચા પર ઝડપી બનાવો બની રહ્યા છે. આઝાદ હિંદ ફોજના સૈનિકોએ, શાહીની ફોજ સૈન્યની સાથે રહીને યશસ્વી અને બહાદુરી ભર્યા કાર્યોથી, એંગ્લો— અમેરીકન ફોજોએ શરૂ કરેલું પ્રતિઆક્રમણ તૂટી પડ્યું છે.

મને શ્રદ્ધા છે કે, આરાકાન મોરચા પર, આપણા બિરાદરોએ શૌર્યનો જે ઇતિહાસ સર્જ્યો છે. તેના પરિણામે, અત્યારે મોરયા પર જુદા જુદા સ્થળોએ રહેલા આઝાદ હિંદ ફોજના અફસરો અને સૈનિકોમાં ભારે ઉત્સાહ ફેલાઈ રહ્યો છે. નવી પ્રેરણા મળી છે.

લાંબા સમયથી આપણે જેની રાહ જોતા હતા તે દિલ્હી તરફની આપણી કૂચ હવે શરૂ થઇ છે; અડગ નિશ્ચય સાથે શરૂ થઈ છે. અને જ્યાં સુધી આરાકાનની ટેકરીઓ પર ફરકેલો આપણો ત્રિરંગી ઝંડો વાઇસરીગલ લોજ પર ફરકે નહિ, અને દિલ્હીના લાલ કિલ્લામાં આપણી વિજય કૂચ થાય નહિ ત્યાં સુધી એ કૂચ ચાલુ રહેશે.

હિંદના મુક્તિ જંગના મહારથીઓ, બિરાદરો, અને સૈનિકો, તમારા હૈયામાં એક પૂનિત મંત્ર ગોખી રાખો: ‘મૃત્યુ અગર મૂક્તિ.’ અને તમારા અધરોષ્ટ પર એકજ મંત્ર ગુંજતો રાખજો: ‘ચલો દિલ્હી’: દિલ્હીનો માર્ગ એજ મૂક્તિનો માર્ગ છે. વિજય, આપણો જ અચૂક છે, ચોક્કસ છે.

ઇન્કીલાબ ઝીન્દાબાદ, આઝાદ હિંદ ઝીન્દાબાદ.


નેતાજીનો આદેશ

‘જે સૈનિકો તેમના દેશ પ્રત્યે હંમેશાં વફાદાર રહે છે અને સર્વ સંજોગો- માં પોતાની ફરજોનું પાલન કરે છે, જેઓ હમેશાં જીવ- નનું બલિદાન આપવાને તત્પર રહે છે, તેઓ અજેય છે. તમારા હૃદયના ઊંડાણ માં ઠેઠ ખૂણામાં આ ત્રણ સિદ્ધાંતો તમે સદાકાળને માટે કોતરી રાખજો.

‘અ મા રી આ ઝા દી અમારા ખૂન દ્વારા હાંસલ કરવી એ અમારી પવિત્ર ફરજ છે. અમારા ખૂન અને પસીનાથી અમે જે આઝાદી હાંસલ કરીશું, એનું અમે અમારી તાકાત- થી રક્ષણ પણ કરીશું.’

—નેતાજી