ન્હાના ન્હાના રાસ/ફૂલડાંકટોરી
← ભૂલી જજે | ન્હાના ન્હાના રાસ - ભાગ ૧ ફૂલડાંકટોરી ન્હાનાલાલ કવિ |
પૂછશો મા → |
૪૧
ફૂલડાંકટોરી
ચંદ્રીએ અમૃત મોકલ્યાં રે બ્હેન!
ફુલડાંકટોરી ગૂંથી લાવ,
જગમાલણી રે બ્હેન!
અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન!
અંજલિમાં ચાર ચાર ચારણી, રે બ્હેન!
અંજલિયે છૂંદણાંના ડાઘ :
જગમાલણી રે બ્હેન!
અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન!
ઝીલું નહિં તો ઝરી જતું, રે બ્હેન!
ઝીલું તો ઝરે દશ ધાર :
જગમાલણી રે બ્હેન!
અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન!
ફુલડાંમાં દેવની હથેળીઓ રે બ્હેન
દેવની કટોરી ગૂંથી લાવ :
જગમાલણી રે બ્હેન!
અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન!