ન્હાના ન્હાના રાસ/બ્રહ્મવીંઝણો

← બ્રહ્મના બ્રહ્મમહેલે ન્હાના ન્હાના રાસ - ભાગ ૨
બ્રહ્મવીંઝણો
ન્હાનાલાલ કવિ
ભમ્મરને ટોડલે →

બ્રહ્મવીંઝણો

નીલો કમલરંગ વીંઝણો, હો નન્દલાલ !
રઢિયાળો રતનજડાવ, મોરા નન્દલાલ !
બ્રહ્મા વીંઝે બ્રહ્મવીંઝણો, હો નન્દલાલ !

સોનાનો સૂરજ શોભિતો, હો નન્દલાલ !
રૂપેરી ચન્દની બિછાવ, મોરા નન્દલાલ !
બ્રહ્મા વીંઝે બ્રહ્મવીંઝણો, હો નન્દલાલ !

કોરેમોરે ભર્યા હીરલા, હો નન્દલાલ !
ઝાલરે ઝીક કેરી વેલ, મોરા નન્દલાલ !
બ્રહ્મા વીંઝે બ્રહ્મવીંઝણો, હો નન્દલાલ !

દાંડી બ્રહ્માજીના હાથમાં, હો નન્દલાલ !
માનવીના ભાગ્યના એ ખેલ, મોરા નન્દલાલ !
બ્રહ્મા વીંઝે બ્રહ્મવીંઝણો, હો નન્દલાલ !