ન્હાના ન્હાના રાસ/ભમ્મરને ટોડલે
← બ્રહ્મવીંઝણો | ન્હાના ન્હાના રાસ - ભાગ ૨ ભમ્મરને ટોડલે ન્હાનાલાલ કવિ |
ભૂલકણી → |
ભમ્મરને ટોડલે
તારલા રે ! આવ મ્હારે અંબોડલે.
મ્હારે અંબોડલે,
કંઈ હાસ થોડે-થોડલે :
તારલા રે ! આવ મ્હારે અંબોડલે.
આજ મ્હેં તો અલક અલક મોતીડાં પરોવિયાં :
મુખડાનાં ઝલક ઝલક જ્યોતિઓ ઝકોરિયા ;
નેણતખ્તે સ્નેહરાજ સ્વામીને પધરાવિયા :
એકલો મા આવતો,
તું આવજે સજોડલે :
સાળુ છાવું ના ગમે
રમ ભમ્મરને ટોડલે
તારલા રે ! આવ મ્હારે અંબોડલે.