ન્હાના ન્હાના રાસ/રાસ
← રંગધેલી | ન્હાના ન્હાના રાસ - ભાગ ૨ રાસ ન્હાનાલાલ કવિ |
લોક-લોકના રાસ → |
રાસ
સખિ ! આજે મૃદંગચંગ સાજે
કિરીટ શીર્ષ છાજે વિરાજે વસન્તના.
વેણુ વાજે, સ્નેહ પાજે;
ત્હારે કાજે કુંજ ગાજે:
સખિ ! આજે વિ. ધ્રુવ.
બેઠી બાલા વિશાલા ઉમંગમાં ;
વાટ જોતી કપોતી શી અંગના,
પન્થ ભાળે-નિહાળે છે કન્થના
હસન્ત આ દિગન્તમા !
વેણુ વાજે, સ્નેહ પાજે;
ત્હારે કાજે કુંજ ગાજે:
સખિ ! આજે વિ.