ન્હાના ન્હાના રાસ/વસન્ત લ્યો

← અલી કોયલડી ન્હાના ન્હાના રાસ - ભાગ ૧
વસન્ત લ્યો
ન્હાનાલાલ કવિ
વસન્તગીત →



૧૪
વસન્ત લ્યો



રાજ! કોઇ વસન્ત લ્યો, વસન્ત લ્યોઃ
હાં રે મ્હારી ક્યારીમાં મ્હેક મ્હેક મ્હેકીઃ
હો રાજ ! કોઇ વસન્ત લ્યો, વસન્ત લ્યો.

રાજ! વીણી કળીઓ મ્હેં નેત્રમાં ઉઘાડીઃ
હાં રે મ્હારે હઇડે લલાટે વધાવીઃ
હો રાજ! કોઇ વસન્ત લ્યો, વસન્ત લ્યો.

રાજ! દેવ દેવી સોહાગ લેવા આવેઃ
હાં રે મીઠી સ્નેહની બંસરી બજાવેઃ
હો રાજ! કોઇ વસન્ત લ્યો, વસન્ત લ્યો.