ન્હાના ન્હાના રાસ/હતો

← સંભારણાં ન્હાના ન્હાના રાસ - ભાગ ૧
હતો
ન્હાનાલાલ કવિ
માફ કરજે, બાલા! →


૫૩
હતો



એક-એક વીરો હતો, વીરો હતો :
ત્હેની બ્હેનીને પાટ જઇ બેઠો :
હો ! એક-એક વીરો હતો, વીરો હતો.

એક-એક સ્વામી હતો, સ્વામી હતો :
ત્હેની વ્હાલીને વાટ જઇ બેઠો :
હો ! એક-એક સ્વામી હતો, સ્વામી હતો.

એક-એક જોગી હતો, જોગી હતો :
ત્હેની જોગણને ઘાટ જઇ બેઠો :
હો ! એક-એક જોગી હતો, જોગી હતો.