ન્હાના ન્હાના રાસ/હીંચકો
← હરિની રમણા | ન્હાના ન્હાના રાસ - ભાગ ૨ હીંચકો ન્હાનાલાલ કવિ |
હું તો સંન્યાસિની → |
હીંચકો
હીંચકો કોણ દેશે? રાજ!
મ્હને કો ઝૂલાવશે? મહારાજ!
લળી લળી આંબલિયાની ડાળ,
કે ત્ય્હાં મુજ ઝૂલો ઝૂલે, સિરતાજ!
હીંચકો કોણ દેશે? રાજ!
મ્હને કો ઝૂલાવશે? મહારાજ!
રડે-રડે કોકિલ ઉપર રુદન,
નીચે મંજરી ઢળી, સિરતાજ!
હીંચકો કોણ દેશે? રાજ!
મ્હને કો ઝૂલાવશે? મહારાજ!
જૂવો-જૂવો અલબેલી આ વસન્ત,
હું ય અલબેલડી, સિરતાજ!
હીંચકો કોણ દેશે? રાજ!
મ્હને કો ઝૂલાવશે? મહારાજ!