ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/ગોરી ગરબે
← ગુજરાતણના બાણ | ન્હાના ન્હાના રાસ - ભાગ ૩ ગોરી ગરબે ન્હાનાલાલ કવિ |
ઘમ્મર વ્હલોણા → |
રાજને આંગણિયે ગોરી
ગરબે રમવા આવ્યા જો !
'પાટણના પરધાને અમને
બ્હેન કહી બોલાવ્યા જો !'
ચન્દ્રે જોયું, સૂરજે સાભળ્યું,
સાભળ્યું મા ને બાપ જો !
તે દીના નગરી ને દેશના
ઉઘડિયા કમાડ જો !
ગેારી તો ગરબે ઘૂમે, ને
અંગે તેજના ચીર જો !
તારલિયે વધાવ્યા અમને,
જનતા છે અમ વીર જો !
અનભેના દુદુંભી વાગે, ને
ચેાકમાં ચન્દરવા જો !
વીરને આંગણિયે બ્હેનબા
ગરબે રમવા આવ્યા જો !
♣