ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/ચંપેરી જોગિયો
← ઘમ્મર વ્હલોણા | ન્હાના ન્હાના રાસ - ભાગ ૩ ચંપેરી જોગિયો ન્હાનાલાલ કવિ |
જગતનો દેવમુગટ → |
ઘેરો ઘૂંટજો હો સાધુ ! ચંપેરી જોગિયો;
જોશે મુજ મનમાધુ ચંપેરી જોગિયો.
ભાગ્યા સંસાર જાગે,
જીવ્યું કાંઈ મીઠું લાગે;
રંગજો વસન્તફાગે ચંપેરી જોગિયો;
ઘેરો ઘૂંટજો હો સાધુ ! ચંપેરી જોગિયો.
મ્હેં તો ખોયો છે મ્હારો રસરંગી મોરલો;
શોધ્યો જડે તો આપો દેવરંગી મોરલો.
ગેબી ઘૂંટજો હો સાધુ ! ચંપેરી જોગિયો.
♣