ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/દિલડોલાવણહાર છો
← દામ્પત્યના બોલ | ન્હાના ન્હાના રાસ - ભાગ ૩ દિલડોલાવણહાર છો ન્હાનાલાલ કવિ |
દૂધમાં સાકર → |
૪૦, દિલડોલાવણહાર છો
દીવડા રે ! દિલડોલાવણહાર છો;
નયણાંના તેજ અંબાર છો,
દીવડા રે! દિલડોલાવણહાર છો.
દેવોની દ્હેરીએ દીપમાળા કેવડી ?
માલતીને માંડવે કળી જેવજેવડી,
જીવનની જ્યોત અંગઅંગે એવએવડી;
દીવડા રે ! દિલડોલાવણહાર છો;
હૈયાના તેજ અંબાર છો;
દીવડા રે ! દિલડોલાવણહાર છો.
♣