ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/દેવોની કે દાનવની?
← દેવ મ્હેં તો દીઠા | ન્હાના ન્હાના રાસ - ભાગ ૩ દેવોની કે દાનવની? ન્હાનાલાલ કવિ |
ધર્મકુમાર → |
પ૫, દેવોની કે દાનવની ?
હો ! દુનિયા દેવોની ? કે દાનવની ?
હાં રે કોઈ ઉત્તર ત્રિકાળનો બોલો,
હો ! દુનિયા દેવોની? કે દાનવની?
હાં રે દિશાદિશામાં વેણ એહ નાખ્યું;
હાં રે કોઈ કહે છે આ મોહિની માધવની:
હો ! દુનિયાં દેવોની ? કે દાનવની?
હાં રે નરનાર પૂછે ગેબને પ્રશ્નો;
હાં રે જગની મેાતીમાળ કેટલાક ગવની ?
હો ! દુનિયાં દેવોની ? કે દાનવની?
હાં રે આભ દેવનાં, ને પાતાળ દૈત્યનાં;
હાં રે રમતી દુનિયાં સદા ય છે માનવની:
હો ! દુનિયાં માનવની, માનવની.
હાં રે સહુ સુણજો ત્રિકાળનો પડઘો
કે દુનિયાં માનવની, માનવની.
♣