ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/મોરલી બોલે છે

← માનવકુળ જાગે છે ન્હાના ન્હાના રાસ - ભાગ ૩
મોરલી બોલે છે
ન્હાનાલાલ કવિ
મોરૂ ! મોરૂ ! →




૧, મોરલી બોલે છે




ઉંડા ઉંડા મહાવન મ્હાંય રે મોરલી બોલે છે;

ઘેરી કુંજની ઘટાઓને છાંય હો ! મોરલી બોલે છે.

ક્ય્હાંથી ક્ય્હાંથી આવી વણદીઠા વાયુ વહે?
ક્ય્હાંથી ક્ય્હાંથી લાવી અણઉકલી વાતો કહે ?

આઘે આઘે દિશાઓને ઘાટ રે મોરલી બેાલે છે;
પેલી કાળની કાળંદરીને વાટ હો ! મોરલી બોલે છે.

આ તે ગુફાના ગાભ? કે અફાટ મહેરામણ પડ્યો?
આ તે અતળાં આભ?કે માનવલોકની કન્દરા ?

મહામોંઘા આયુષ્યના બેાલ રે મોરલી બોલે છે,

કોઈક બ્રહ્માડપારના કોલ હો ! મોરલી બોલે છે

કોના આવ્યા કહેણ ? કોના આવ્યા સોણલા ?
કોના સાંભળુ વેણ ? કોના આ પડઘા પડે ?

મ્હારા જીવનના મહાવન મ્હાય રે મોરલી બોલે છે,
મહાકાળની ઘટાએાને છાય હો ! મો૨લી બોલે છે

એક અણદીઠી અખંડ ને અનન્ત રે મોરલી બોલે છે,
'ઘટઘટમા વસન્ત છે, વસન્ત' હો ! મોરલી બોલે છે.