ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/માનવકુળ જાગે છે
← મહેમાન મનગમતા | ન્હાના ન્હાના રાસ - ભાગ ૩ માનવકુળ જાગે છે ન્હાનાલાલ કવિ |
મોરલી બોલે છે → |
અહો ! માનવકુળ જાગે છે,
દેવની નોબત વાગે છે.
નાર જાગ્યાં, બ્રહ્મચાર જાગ્યા,
જાગ્યા સબ સંસારા;
જાગ્યાં ગુફાવાસી જોગી ને જોગણો;
જાગ્યા જગાવણહારા;
અહો ! માનવકુળ જાગે છે,
દેવની નોબત વાગે છે.
તેજતેજની વરસે અગમ્યેથી
બ્રહ્માંડે બ્રહ્મવિભૂતિ;
જાગીને જોઉં ત્ય્હાં તો જગતને મન્દિરે
ઉગ્યો યોગ અવધુતી,
અહો ! માનવકુળ જાગે છે,
દેવની નોબત વાગે છે.
કયારી કયારીમાં સોનલરૂપલા
પ્રગટયા બ્રહ્મઝવારા;
યુગયુગની વીણા બોલે, સાધુ હો !
“ઓહંકારા' 'ઓહકારા';
અહો ! માનવકુળ જાગે છે,
દેવની નોબત વાગે છે.
દેવની નોબત વાગે છે,
અહોહો ! માનવકુળ જાગે છે.