← વસન્તની વાંસળી ન્હાના ન્હાના રાસ - ભાગ ૩
વસન્તમા
ન્હાનાલાલ કવિ
વસન્ત રાણી રમણે ચ્હડી રે લોલ →


૧૮, વસન્તમાં


વિશ્વ મહીં એહ ના સમાયા,
કે વાયુ કાંઇ વાયા વસન્તમાં,
વાડીએ વેલડ ઝૂલે,
ને ફૂલડાં ફૂલ વસન્તમાં.
ભરતીને ન્હોતા આરા,
ને ફૂટતા ફૂવારા વસન્તમાં,
દરિયાવના મેાજ ઝાઝા,
મા મૂકશેા માઝા વસન્તમાં.

વન માંહિ એહ ના સમાયા,
કે વાયુ કાંઈ વાયા વસન્તમાં;
આંબલે મંજરી મ્હોરી,
ન જાય સંકોરી વસન્તમાં.
લહરે લહરે એ લ્હેકે,
કંઈ મધુરી મ્હેકે વસન્તમાં;
મૂલવનારા મોંધા,
ને ભમરા સોંઘા વસન્તમાં.

ઉર મંહી એહ ના સમાયા,
કે વાયુ કાંઇ વાયા વસન્તમાં;
દેહની ડાળીએ મીઠાં
કે ફૂલડાં બેઠાં વસન્તમાં.
ચન્દ્રમાનાં જેવાં ઝરણો
એ નેણનાં કિરણો વસન્તમાં;
હૈયાને રંગ હતો ઘેરો,
કે વિધિ છે નમેરો વસન્તમાં.