← ઢાળ ૮મી પુણ્યપ્રકાશનું સ્તવન
કળશ
વિનયવિજય મુનિ


પ્રશસ્તિ-કળશ

ઈ હ તરણ તારણ સુગતિકારણ, દુઃખ નિવારણ જ્ગ જયો,
શ્રી વીર જિનવર ચરણ થુણતાં, અધિક મન ઉલટ થયો.

શ્રી વિજયદેવ સૂરીંદ પટ્ટધર, તેરથ જંગમ એણી જગે;
તપગચ્છપતિ શ્રી વિજયપ્રભસૂરી, સૂરીતેજે ઝગમગે.

શ્રી અહ્રિવિજયસૂરિ શિષ્ય વાચક, કીર્તિવિજય સુરગુરુ સમો,
તા શિષ્ય વાચક "વિનયવિજયે" થુણ્યો જિન ચોવીશમાં.

સય સત્તર સંવત ઓવણત્રીશે (૧૭૨૯) રહી રાંદેર ચોમાસ એ,
વિજયદશમી વિજય કારણ, કીયો ગુણ અભ્યાસ એ.

નરભવ આરાધન સિદ્ધિ સાધન, સુકૃત લીલ વિલાસ એ,
નિર્જર હેતે સ્તવન રચિયું નામે પુણ્યપ્રકાશ એ.