← ઢાળ ૭મી પુણ્યપ્રકાશનું સ્તવન
ઢાળ ૮મી
વિનયવિજય મુનિ
કળશ →


(ઢાળ આઠમી)

(દેશી : નમો ભવિ ભાવશું)

સિદ્ધારથ રાય કુળતિલો એ, ત્રિશલા માત મલ્યાર તો,
અવનિતલ તમે અવતર્યા એ, કરવા અમ ઉપકાર.
જયો જિન વીરજી એ...

મેં અપરાધ ઘણાં કર્યા એ, તુમ ચરણે મહારાજ તો;
તુમ ચરને આવ્યા ભણી એ, જો તારે તો તાર.
જયો જિન વીરજી એ...

આશ કરીને આવીયો એ, તુમ ચરણે મહારાજ તો;
આવ્યાને ઉવેખશો એ, તો કેમ રહેશે લાજ?
જયો જિન વીરજી એ...

કરમ અલુજણ આકરાં એ, જન્મ મરણ જંજાલ તો,
હું છું એહથી: ઉભગો એ,છોડાવ દેવ દયાળ.
જયો જિન વીરજી એ...

આજ મનોઇરથ મુજ ફળ્યા એ, નાઠા દુઃખ દંદોલ તો,
તુઠો જિન ચોવીશમાં એ, પ્રગટ્યાં પુણ્ય કલ્લોલ.
જયો જિન વીરજી એ...

ભવ ભવ વિનય તુમારડો એ,ભાવ ભક્તિ તુમ પાયો તો;
દેવ દયા કરીએ દીજીએ, એ બોધિબીજ સુપસાય.
જયો જિન વીરજી એ...