પૃષ્ઠ:Kusummala (1912 - Edition - 4).pdf/૬૮

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૪૮ )

તે જ એક મ્હારો આધાર પ્રબળ દુઃખસિન્ધુમાં,
એમ જાણીને હું આ વાર રમું આનન્દમાં. ૫




મિશ્ર થયેલી બે છાયા

રોળાવૃત્ત

ચૉગમ આ વનમહિં અહિં ચંદા ખીલી હસતી,
ને જો આ તુજ વદનમહિં પ્રેમે એ વસતી.
આ જો ને મુજ છાય પડી બાજૂએ ઊભી,
ત્હેમાં મળી જઈ અહિં છાય તુજ કે'વી ડૂબી ! ૧

પણ એ તો ક્ષણ માત્ર અહિંયાં ર્‌હેશે ભેળી,
બીજીક્ષણમાં એહ છૂટીને જાશે વ્હેલી.
વ્હાલી ! આ ભવમાંહિં આપણી જીવનછાયા
ર્‌હેશે ક્ષણ એકઠી ! ગહન શી ભવની માયા ! ૨




સંસ્કારોદ્‌બોધન.

વસન્તતિલકા

આ તે જ સ્થાન, અહિં આપણ બે ઊભેલાં,
લેઈ વિદાય ગઈ દૂર તું જેહ વેળા;
જોતાં જ તે સમયની સ્મૃતિને જો શી જાગે!
તે શાન્ત મધ્યરજની ફરી ઊભી આગે! ૧