આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સિદ્ધા શરણં પવજ્જામિ - સિધ્ધ ભગવંતોને શરણ અંગીકાર કરું છું
સાહૂ શરણં પવજ્જામિ - સાધુ સાધવીહજીઓનું શરણ અંગીકાર કરું છું
કેવલી પન્નતં ધમ્મં શરણં પવજ્જામિ - કેવળીનો પ્રરૂપેલ ધર્મ શરણ અંગીકાર કરું છું



એ ચાર મંગળ, ચાર ઉત્તમ, ચાર શરણા, કરે જેહ,
ભવ સાગરમાં ન ડૂબે તેહ, સકળ કર્મનો આણે અંત, મોક્ષ
તણાં સુખ લહે અનંત, ભાવ ધરીને જે ગુણ ગાય, તે
જીવ તરીને મોક્ષે જાય, સંસાર માંહી શરણાં ચાર,
અવર શરણ નહિ કોય જે નરનારી આદરે, તેને અક્ષય
અવિચળ પદ હોય, અંગુઠે અમ્રુત વસે, લબ્ધ તણા ભંડાર,
ગુરુ ગૌતમને સમરીએ, મનવાંછિત ફળ દાતાર
ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન

ભાવે ધર્મ આરાધીએ, ભાવે કેવળ જ્ઞાન


  1. આ સ્થાને ૨. કાઉસ્સગ્ગ સૂત્ર ના પાઠમાં 'ઈચ્છામિ ઠામિ, કાઉસ્સગં' શબ્દો છે , તે સ્થાને 'ઈચ્છામિ પડિક્કમિઉં જો, મે દેવસિઓ અઈયારો થી તસ્સ મિચ્છામિ દુક્કડં સુધીનો પૂરો પાઠ બોલવો.
  2. ત્યાર પછી * પાઠ ૩ જો ઈરિયાવહિયા ઈચ્છામિ પડિક્કમિઉં ઈરિયાવહિયા વહિયાએ થી તસ્સ મિચ્છામિ દુક્કડં સુધીનો પાઠ બોલવો'