શ્રી સામાયિક સૂત્ર (સ્થાનકવાસી)/પાઠ ૩ જો ઈરિયાવહિયા
← પાઠ ૨ જો ગુરુવંદના | શ્રી સામાયિક સૂત્ર (સ્થાનકવાસી) પાઠ ૩ જો ઈરિયાવહિયા ગણધરો |
પાઠ ૪ થો તસ્સ ઉત્તરીકરણ → |
(કોઈ પણ વ્રતને વિષે રસ્તામાં જતાં આવતાં લાગેલ પાપથી નિવર્તવાનો). |
પાઠ ત્રીજો આલોચના-સૂત્ર
ઇચ્છામિ-ઇચ્છું છું.
પડિક્કમિઉં-પ્રતિક્રમણ કરવાને, નિવૃત્ત થવાને (કોનાથી ?)
ઇરિયાવહિયાએ-માર્ગમાં ચાલવાથી થવાવાળી,
વિરાહણાએ -વિરાધનાથી, હિંસાથી;
(વિરાધના કયા જીવોની અને કેવી રીતે ?).
ગમણાગમણે-રસ્તામાં જતાં-આવતાં,
પાણક્કમણે-પ્રાણીઓ (વિકલેન્દ્રિય)ને કચર્યા હોય,
બીયક્કમણે-(સચિત્ત) બીજોને કચર્યા હોય,
હરિયક્કમણે-લીલી વનસ્પતિને કચરી હોય,
ઓસા-ઝાકળ, ઓસ, ઠાર;.
ઉત્તિંગ-કીડિયારાં વગેરે જીવોનાં દર,
પણગ-પંચવર્ણી, લીલગ-સેવાળ,
દગ-સચિત્ત પાણી,
મટ્ટી-સચિત્ત મૃત્તિકા-માટી,
મક્કડા-કરોળિયાના પડ,
સંતાણા-કરોળીયાના જાળા
સંકમણે -ચાંપતાં, ઉપર પગ મૂકવાથી,
(ઉપસંહાર)
જે-જે કોઈ
મે-મેં (મારા જીવે)
જીવા-જીવોની,
વિરાહિયા-વિરાધના કરી હોય, દુઃખ દીધું હોય,(કયા જીવો ?)
એગિંદિયા- એક ઇન્દ્રિયવાળા જીવ-પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ,વનસ્પતિ. (કાયા)
બેઈંદિયા- બે ઇન્દ્રિયવાળા જીવ-પોરા, કરમિયાં, શંખ, છીપ, જળો, અળસિયાં વગેરે (કાયા અને જીભ)
તેઈંદિયા- ત્રણ ઇન્દ્રિયવાળા જીવ-કીડી, મકોડા, ધનેડા, કંથવા, માંકડ, જૂ વગેરે (કાયા, જીભ અને નાક)
ચઉરિંદિયા- ચાર ઇન્દ્રિયવાળા જીવ-માખી, મચ્છ૨, ડાંસ, વીંછી, ભમરા વગેરે (કાયા, જીભ, નાક ને આંખ)
પંચિંદિયા.- પાંચ ઇન્દ્રિયવાળા જીવ-જલચર, સ્થલચર, ઉરપર, ભુજપર, ખેચર, તથા મનુષ્ય, દેવ, નારકી વગેરે (કાયા, જીભ, નાક, આંખ ને કાન)
(હિંસા અને વિરાધનાના પ્રકારો)
અભિહયા-(૧) સામા આવતાં હણ્યાં હોય,
વત્તિયા-(૨) ધૂળ આદિથી ઢાંક્યા હોય,
લેસિયા-(૩) જમીન સાથે મસળ્યા હોય,
સંઘાઈયા-(૪) એકબીજાનાં શરીરને અથડાવ્યા હોય,
સંઘટ્ટિયા-(૫) સ્પર્શ કરી ખેદ પમાડ્યો હોય,
પરિયાવિયા-(૬) પરિતાપ=ચારે બાજુથી પીડા ઉપજાવી હોય,
કિલામિયા-(૭) કિલામના=ગ્લાનિ ઉત્પન્ન કરી હોય, અધમૂઆ કર્યા હોય,
ઉદ્વિયા-(૮) ધ્રાસ્કો પમાડ્યો હોય, ભયભીત કર્યા હોય,
ઠાણાઓ-(૯) એક સ્થાને (ઠેકાણે) થી,
ઠાણં- બીજે સ્થાને (ઠેકાણે)
સંકામિયા- સંક્રમણ કર્યું હોય, રાખ્યા હોય,
જીવિયાઓ- (૧૦) જીવનથી જ
વવરોવિયા- રહિત કર્યા હોય, પૂરેપૂરા મારી જ નાંખ્યા હોય.
તસ્સ-તેનું
મિચ્છા-મિથ્યા (નિષ્ફળ) થાઓ.
મિ-મારું
દુક્કડં.-દુષ્કૃત-પાપ.