આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

રત્નાકર પચ્ચીશી

મંદિર છો મુક્તિ તણા માંગલ્ય ક્રીડા ના પ્રભુ!
ને ઈંદ્ર નર ને દેવતા સેવા કરે તારી વિભુ!
સર્વજ્ઞ છો સ્વામી વળી શિરદાર અતિશય સર્વના
ઘણું જીવ તું ઘણું જીવ તું ભંડાર જ્ઞાન કળા તણાં.

ત્રણ જગતના આધારને અવતાર હે કરુણા તણાં
વળી વૈદ્ય હે દુર્વાર આ સંસારના દુઃખો તણા
વિતરાગ વલ્લ્ભ વિશ્વના તુજ પાસ અરજી ઉચ્ચરું
જાણો છતાં પણ કહી અને આ હૃદય હું ખાલી કરું.

શું બાળકો મા બાપ પાસે બાલક્રિડા નવ કરે
ને મુખમાંથી જેમ આવે તેમ શું નવ ઉચ્ચરે
તેમ જ તમારી પાસ તારક આજ ભોળા ભાવ થી
જેવું બન્યું તેવું કહું તેમાં કશું ખોટું નથી.

મેં દાન તો દીધું નહીં ને શિયળ પણ પાળ્યું નહીં
તપથી દમી કાયા નહી શુભ ભાવ પણ ભાવ્યો નહીં