ગુજરાતી વ્યાકરણ - અમુક છંદો
હરિગીત
અજ્ઞાત સર્જક



હરિગીત

છંદ : હરિગીત
બંધારણ :
• પંક્તિની માત્રા ૨૮.
• પંક્તિનો છેલ્લો અક્ષર ગુરુ.
• ૩,૬,૧૦,૧૩,૧૭,૨૦,૨૪ અને ૨૮ મી માત્રાએ તાલ.

ઉદાહરણ :
જે પોષતું તે મારતું, શું એ નથી ક્રમ કુદરતી?
ઉદાહરણ:

મંદિર છો મુક્તિ તણા માંગલ્ય ક્રીડા ના પ્રભુ!
ને ઈંદ્ર નર ને દેવતા સેવા કરે તારી વિભુ!
સર્વજ્ઞ છો સ્વામી વળી શિરદાર અતિશય સર્વના
ઘણું જીવ તું ઘણું જીવ તું ભંડાર જ્ઞાન કળા તણાં.
-રત્નાકર પચ્ચીશી (રત્નશ્યામ સૂરીશ્વરજી)

વિષમ હરિગીત
છંદ : વિષમ હરિગીત
બંધારણ :
• પહેલા ને ત્રીજા ચરણમાં ૨૬ માત્રા
• બીજા ને ચોથા ચરણમાં ૨૮ માત્રા
• પંક્તિનો છેલ્લો અક્ષર ગુરુ.
• પહેલાને ત્રીજા ચરણમાં પહેલી માત્રાથી અને બીજા અને ચોથામાં ત્રીજી માત્રાથી તાલ શરૂ થાય છે.

ઉદાહરણ :
ઊજળા આકાશમાં કદી મેઘકકડો નિરખું
સ્વચ્છ્ન્દ તરતો, કે તરત આ દેહમાંથી હું કૂદું,
કૂદી બેસું મેઘકકડા એ ઉપર ત્યહાંથી પછી
પેલા "સુખદ આનન્દ-ઑવારા" ઉપર થોભું જઈ;
(છૂટ : ઘાટા અક્ષરોમાં તે અક્ષરથી વિપરીત માત્રા સમજવી)
- આનન્દ-ઑવારા, કુસુમમાળા, નરસિંહરાવ દિવેટિયા

ગાવાની ઢબ

ફેરફાર કરો
આ છંદને ગાવાની ઢબ આપ અહીં સાંભળી પણ શકો છો.

ઉપર ગવાતી કડીના અક્ષરો:

મંદિર છો મુક્તિ તણા માંગલ્ય ક્રીડા ના પ્રભુ!
ને ઈંદ્ર નર ને દેવતા સેવા કરે તારી વિભુ!
સર્વજ્ઞ છો સ્વામી વળી શિરદાર અતિશય સર્વના
ઘણું જીવ તું ઘણું જીવ તું ભંડાર જ્ઞાન કળા તણાં.
-રત્નાકર પચ્ચીશી (રત્નશ્યામ સૂરીશ્વરજી)


છંદ
અક્ષરમેળ |અનુષ્ટુપ|ઇન્દ્રવજ્રા| ઉપજાતિ|ઉપેન્દ્રવજ્રા | કવિત|ચામર|તોટક|ધનાક્ષરી|પૃથ્વી | મનહર| મંદાક્રાંતા |માલિની|રથોદ્ધતા| વસંતતિલકા | વંશસ્થ |શાર્દૂલવિક્રીડિત| શિખરિણી|શાલિની | હરિણી| સ્ત્રગ્ધરા|ઝુલણા
માત્રામેળ | ચોપાઈ | દોહરો | હરિગીત |રોળાવૃત્ત| સોરઠો| સવૈયા|દિંડી|ઉધોર|મહીદીપ|વૈતાલીય| આર્યા