આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩


ઉત્તર હિન્દના બહારવટીઆ

દેશી રાજસ્થાનો અને પહાડી પ્રદેશો હોય ત્યાં જ બહુધા બારવટે ચડવાના સંજોગો હોય છે. તેમ છતાં આપણે “સત્યવીર શ્રદ્ધાનંદ”ની આત્મકથામાં બાલક મુન્શીરામે આપેલુ, સંગ્રામસિંહ નામના એક બહાદુર બહારવટીઆની સરકાર સામેની લડતનું નીચે મુજબનું રોમાંચક વર્ણન વાંચીએ છીએ : [ સત્યવીર શ્રદ્ધાનંદ : પા. ૭ ]

“કાશીથી મારા પિતાની બદલી બાદ થતાં મારા બાલ–હૃદય ઉપર બે બીનાઓએ અજબ પ્રભાવ છાંટી દીધો. એક તો બહારવટીઆ સંગ્રામ સિંહનુ દર્શન. બનારસ જીલ્લાના એક ગામડામાં સંગ્રામસિંહ ખેતી કરી પેટગુજારો ચલાવતો હતો. એક દિવસ એ ઘેર નહોતો તે વખતે પોલીસે આવીને એના ઘરની જડતી લીધી અને એની પત્નીનું શિયળ લોપવાની કોશીષ કરી. ઘેર આવતાં રાજપૂતને આ વાતની જાણ થઈ અને એ પોલીસના મોટા અધિકારીની પાસે રાવે દોડ્યો, ત્યાં એની સાથે પણ પોલીસે પિશાચી આચરણ બતાવ્યું. સંગ્રામસિંહનું રાજપૂત રક્ત ઉકળી ઉઠ્યું. ઘરમાં છુપાઈને પડેલી કાટેલી જૂની તલવાર ઉઠાવી. પહેલાં પ્રથમ પોતાની નિરપરાધી અર્ધાંગનાને સદાને માટે બદનામીમાંથી બચાવવા સારુ ઠાર કરી; ને પછી પોતે પહાડી જંગલમાં નીકળી ગયો. સાથે હાથીસિંહ નામનો એક રાજપૂત જઈ ભળ્યો. હાથીસિંહની બંદુકનું નિશાન કદિ ખાલી જતું નહોતું. વીસ પચીસ બીજા સિપાહીઓ પણ ભેગા કરી લીધા. એ રીતે સંગ્રામસિંહ એક નાની સરખી સેનાનો સરદાર બની ગયો.

“જોતજોતામાં તે અંગ્રેજી ઇતિહાસમાં અને નવલકથાઓમાં દેશભકિત બહારવટીઆઓની જેવી વાતો આવે છે, તેવી વાતો સંગ્રામસિંહને નામે પણ લોકોમાં પ્રસરવા લાગી. સંગ્રામસિંહ તો અમીરોને લુંટી લઈ ગરીબોને આપે છે : વનવગડામાં વારાંગનાઓને બોલાવી નાચગાનથી જંગલમાં મંગળ કરે છે : દાયરા ભરે છે : એવાં એનાં યશોગાન ગવાવા લાગ્યાં. જીલ્લેજીલ્લામાં એનાં રમખાણ બોલવા લાગ્યાં.

“દોઢસો હથીઆરબંધ સિપાહીઓને લઈ ગોરા પેાલીસઉપરીએ સંગ્રામસિંહના રહેઠાણને ઘેરી લીધું. સાહેબ પોતે બે અર્દલીને સાથે રાખી ધીમે પગલે આગળ વધ્યા જાય છે. કાળું ઘોર અંધારું છે. એકાએક બે આદમી આવી ચડ્યા. છલાંગ મારીને બે અર્દલીને બાથમાં ઝકડી લીધા. ત્રીજો નીકળ્યો. એણે સાહેબ બહાદૂરને ઘોડા પરથી