બીરબલ અને બાદશાહ/આ બંને ઉદાશ કેમ ?

← દીવા નીચે અંધારૂં બીરબલ અને બાદશાહ
આ બંને ઉદાશ કેમ ?
પી. પી. કુન્તનપુરી
બુદ્ધિવાન તેજ બળવાન →



વારતા છેતાલીસમી.


આ બંને ઉદાશ કેમ ?

એક દીવસે શાહે બીરબલને પૂછ્યું કે,'બ્રાહ્મણ તરસ્યો કેમ રહ્યો? અને ગધેડો ઉદાસ કેમ થયો?' શાહનું આવું ચમત્કારીક વાક્ય સાંભળી બાહોશ બીરબલે એકજ શબ્દમાં બંનેનો ઉત્તર આપતાં કહ્યું કે 'સરકાર ! બ્રાહ્મણ પાસે લોટો ન હોવાથી તે પાણી પીધા વગર રહ્યો. અને ગધેડાને લોટવાનું ન મળવાથી તે ઉદાસ થયો.' બીરબલનો આ તાત્કાલીક જવાબ સાંભળી શાહ ઘણો ખુશી થઈ, ખુશાલીના બદલામાં બીરબલને ઈનામ આપી રીઝવ્યો.


-૦-