બીરબલ અને બાદશાહ/ખરાઅને ખોટા વચે કેટલો અંતર છે

←  રામ રાખે તેને કોણ ચાખે ? બીરબલ અને બાદશાહ
ખરા અને ખોટા વચે કેટલો અંતર છે
પી. પી. કુન્તનપુરી
આ ચોર કે શાહુકાર ! →



વારતા બાસેઠમી.
-૦:૦-
ખરાઅને ખોટા વચે કેટલો અંતર છે.
-૦:૦-

એક વખતે બીરબલને પુછ્યું કે, સાચાં અને ખોટાં વચે કેટલો અંતર છે?' તેનો જવાબ આપતાં બીરબલે કહ્યું કે, 'સરકાર ! ચાર આંગળનો. શાહે પુછ્યું કે, 'શી રીતે?' બીરબલે કહ્યું કે, સરકાર ! સાચાની તપાસ કરનાર આંખ છે, માટે આંખેથી જોયું તે ખરૂં, અને તેનાથી ચાર આંગળને છેટે કાન છે તેણે જે સાંભળ્યું તે ખોટું. માટે ખરા ખોટા વચ્ચે ચાર આંગળનો અંતર છે.' આ ખુલાસાથી શાહ ઘણો ખુશી થયો.


-૦-