←  બીરબલ સરસ કે તાનસેન ? બીરબલ અને બાદશાહ
મશ્કરીની મજાહ
પી. પી. કુન્તનપુરી
મનની મનમાં રહી →




વારતા આઠમી
-૦:૦-
મશ્કરીની મજાહ
-૦:૦-
મશ્કરી મરતાં અવરની, આપ બને મુરખ ખરેખર.

ગ્રીષ્મ રૂતુમાં બાદશાહને ઠંડા જળથી નાહવાની મરજી થઇ જેથી પોતે હુરમ અને બીરબલ ત્રણે જણ જમુનાજીના એકાંત ઘાટ ઉપર ગયા. અને બંનેએ પહેરેલો પોષાક બદલી બીરબલના ખભાપર મુક્યો અને બીરબલને એક પોતાના બાળક સમાન ગણતા હોવાથી તેની કાંઇ પણ શરમ ન રાખતાં બંને જણ જમુનામાં નાહવા લાગ્યા. આ વખતે પુંઠ વાળીને ઉભેલો બીરબલ તે તરફ જોઇ શકે તેમ પણ નહોતું. મોટા માણસ ગમે તેટલી પ્રીતી રાખતા હોય તથાપી નીતીથી ચાલવું એજ વ્યાજબી છે. એમ જાણી બીરબલ ગુપચુપ કપડાં ખભા ઉપર રાખી ચંદ્રની જ્યોતિ નીહાળતો હતો. તેવામાં બાદશાહે બીરબલને મશ્કરીમાં કહ્યું કે, 'કેમ બીરબલ તારા ખભા ઉપર એક ગધેડાનો બોજો મુકેલો છે કે નહીં ? બાદશાહની મશકરીનો ભાવ સમજી જઇને બીરબલે ટકોરમાં કહ્યું કે, 'નારે સરકાર ? એક ગધેડાનો તો શું પણ બે ગધેડાનો બોજો મારા ખભા ઉપર હાલ પડ્યો છે ?' આ સાંભળતાંજ બાદશાહ ચુપ થઇ ગયો અને પોતાની મશકરીને બાને પોતેજ મજા મારવા લાગ્યો.

સાર - બીરબલ જેટલી શક્તી હોય તોજ બીજાની મશકરી કરવી. નહી તો તે સહન કરી લઇને સમય સાચવી લેવો.

-૦-