બીરબલ અને બાદશાહ/રાજાનો હજામ પણ ચાલાક હોય છે
← જાત વિના ભાત પડે નહીં | બીરબલ અને બાદશાહ રાજાનો હજામ પણ ચાલાક હોય છે પી. પી. કુન્તનપુરી |
પાંચ સવાલના જવાબ → |
એક દીવસે શાહ કચેરી ભરીને બેઠો હતો. પણ કેટલીક વાર સુધી કાંઇ પણ શબ્દોનો ઉચ્ચાર કર્યા વગર એક ટસે જોયા કરતો હતો. તે જોઇ તમામ કચેરી અજાયબીમાં ડુબી ગઇ હતી તે જાણી શાહે એક કાગળ કાઢી દરબારીઓને પુછ્યું કે, 'આ ઉ છે કે જુ છે. કચેરી તેનો નીર્ણય કરી શકી નહીં. એટલે હજામે ઉઠી તે શબ્દ જોઇ કહ્યું કે, ' હજુર ! જુ નથી પણ ઉ છે. જો જુ હોત તો હાલ્યા ચાલ્યા વગર રહેત નહીં.' આ સાંભળી સભા ખડખડ હસી પડી.