બીરબલ અને બાદશાહ/સ્વર્ગ અને નરક કોણ પ્રાપ્ત કરે છે ?
← વિસામો કોને નથી ? | બીરબલ અને બાદશાહ સ્વર્ગ અને નરક કોણ પ્રાપ્ત કરે છે ? પી. પી. કુન્તનપુરી |
દીવા નીચે અંધારૂં → |
એક દિવસે શાહે બીરબલને પુછ્યું કે. 'સ્વરગ અને નરકને કયા લોકો પ્રાપ્ત કરે છે? તેની ખાત્રી કરી આપો !' બીરબલે તુરતાતુરત કહ્યું કે, 'જે માણસના મુવા પછી તેને લોકો વાહ ! વાહ કહે તો તે સ્વરગમાં ગયો અને જો મુવા પાછળ નીંદા કરી ખરાબ હતો એમ કહી વગોવે તો તે નરકે ગયો એમ સમજવું.' બીરબલની આ વાત કબુલ રાખી શાહ ખુશી થયો.
સાર-અચળ કીરતી એજ સ્વરગ છે. અને અપકીરતી એજ નરક છે. માટે દરેક માણસે કીરતી સંપાદન કરવી.