← અજબ મસ્ખરી બીરબલ વિનોદ
એકાદશી વ્રત
બદ્રનિઝામી–રાહતી
ઓર ક્યા? →


વાર્તા ૧૨૧.

એકાદશી વ્રત.

એક દિવસ એકાદશીનું વ્રત હતું. બીરબલે બાદશાહને કહેવડાવી મોકલ્યું કે “આજે હું દર્બારમાં નહીં આવું.”

બીજે દિવસે જ્યારે બીરબલ દરબારમાં આવ્યો, ત્યારે બાદશાહે પૂછ્યું “બીરબલ ! કાલે શું કામ હતું?”

બીરબલ—“પૃથ્વિનાથ ! કાલે એકાદશી વ્રત હતું.”

બાદશાહ— “(હસીને) એકાદશી શું ચીજ છે?”

બીરબલ કાંઈ ઉત્તર આપે તે પહેલાં તો અક્કલના ખાં દરબારી બોલી ઉઠ્યા “હુઝૂર ! ઈરાનના શાહની બેગમનું એ નામ છે.”

બીરબલ તરતજ બોલી ઉઠ્યો “જી હા, હઝૂર! એ વાત ખરી છે, પણ તેને હીંદુઓજ રાખે છે.”

આ જવાબ સાંભળી બાદશાહ ચુપ થઈ ગયો, અને પેલો દરબારી તે લજ્જિત થઈને માથું નીચું ઘાલી બેસી જ ગયો.