બીરબલ વિનોદ/કઈ ઋતુ સારી?
← ચારે ગુણ સ્ત્રીમાં | બીરબલ વિનોદ કઈ ઋતુ સારી? બદ્રનિઝામી–રાહતી |
રાત્રિ દિવસ કોણ રળે? → |
વાર્તા ૩૩.
કઈ ઋતુ સારી.
બાદશાહે એક વેળા બીરબલને પૂછ્યું “બીરબલ ! શીયાળો, ઉનાળો અને ચોમાસું એ ત્રણેમાંથી કઈ ઋતુ સારી ?”
બીરબલે કહ્યું “ નામદાર! હું તો સર્વ કાળ કરતાં વર્ષાકાળને અધિક સારો ગણું છું, કેમકે તેના યોગે ધાન્ય પાકે છે અને રાજા તથા રંકને પોષે છે. એ ન હોય તો સર્વ નકામું.”
બાદશાહે તે વાત કબુલ રાખી, ધન્યવાદ આપ્યો.