બીરબલ વિનોદ/ગધેડાનો નાચ
← નદીનાં લગ્ન | બીરબલ વિનોદ ગધેડાનો નાચ બદ્રનિઝામી–રાહતી |
‘મલ’ શબ્દનો અર્થ? → |
વાર્તા ૧૩૬.
ગધેડાનો નાચ.
એક પ્રસંગે બાદશાહ બપોરના સમયે મહેલના ઝરોખામાં બીરબલ સાથે વાર્તા વિનોદ ચલાવતો બેઠો હતો. એવામાં સ્હામે યમુના કિનારે ગધેડાને નાચતો જોયો, એટલે તેણે બીરબલને પૂછયું ” બીરબલ!:-
કિસ કારન યે નાચે ગધ્ધા?"'
બીરબલે તરતજ ઉત્તર આપ્યો કે: –
આગે નાથ ન પીછે પગહા,
ઇસ કારન યે નાચે ગધ્ધા.
બાદશાહ એ ઉત્તર સાંભળી ઘણો જ આનંદ પામ્યો.