બીરબલ વિનોદ/ચંચલ નેન છીપે ન છિપાયે
← સૌના મનમાં શું? | બીરબલ વિનોદ ચંચલ નેન છીપે ન છિપાયે બદ્રનિઝામી–રાહતી |
આ સડક ક્યાં જાય છે? → |
વાર્તા ૪૩.
ચંચલ નેંન છિપે ન છિપાયે !
એક પ્રસંગે બાદશાહ બીરબલ સાથે સંધ્યા સમયે વાયુવિહાર અર્થે જતો હતો. એવામાં એકાએક તેની દષ્ટિ એક ઉત્તમ ફુલની સૌંદર્યવતી સ્ત્રી ઉપર પડી, જે પોતાના મકાનના ઝરોખામાં ચક પાછળ બેઠી હતી. તેને જોતાંજ બાદશાહે તત્કાળ એક સમસ્યા ઘડી કાઢી કે :- “ ચંચલ નેન હિપે ન છિપાયે."
ત્યાર પછી બીરબલને તે સમસ્યા કહી સંભળાવી તેની પૂર્તિ કરવા આજ્ઞા આપી. પણ બીરબલે ક્યાં જાય એવો હતો? જેને સરસવતીએ વરદાન આપ્યું હોય તેને તે વળી કયાં વિચાર કરવો પડે એમ છે? તેણે તરતજ નીચે પ્રમાણે પૂર્તિ કરી આપી: –
કવિત
સૂર્ય છિપ અદરી બદરી, ઓર ચન્દ્ર છિપે હે અમાવસ આયે;
પાનીકી બૂંદ પતંગ છિપે, ઓર મીન છિપે ઇચ્છા જલ પાયે;
ભોર ભયે પર ચોર છિપે, ઓર મોર છિપે ઋતુ ફાગુન આયે;
ઘૂંઘટ ઓટ કરે યદિ સો, પર ચંચલ નેંન છિપે ન છિપાયે.