બીરબલ વિનોદ/તંબાકુ ગધા નહીં ખાતા

← સારમાં પુરુષો વધારે કે સ્ત્રીઓ? બીરબલ વિનોદ
તંબાકુ ગધા નહીં ખાતા
બદ્રનિઝામી–રાહતી
રખપત અને રખાપત →


વાર્તા ૪૭.

તંબાકુ ગધા નહીં ખાતા.

બાદશાહ અને બીરબલ એક દિવસે સંધ્યા વેળા મહેલની અગાશી ઉપર ઉભા ઉભા સૃષ્ટિસૌદર્ય નિહાળી રહ્યા હતા; એવામાં બાદશાહની નઝર તંબાકુના ખેતરમાં ઉભેલા ગધેડા ઉપર પડી. બીરબલ તંબાકુ ખાતો હતો અને બાદશાહ પોતે નહીં ખાતો હોવાથી તેણે કહ્યું “બીરબલ ! જુઓ, તંબાકુને ગધેડો પણ નથી ખાતો.” તરતજ બીરબલે જવાબ આપ્યો "હુઝૂર ! એવાઓએજ આનો ત્યાગ કર્યો છે !!"

આ દંતભંજક જવાબ સાંભળી બાદશાહ હસી પડ્યો અને બીરબલની હાઝર જવાબીના વખાણ કરવા લાગ્યો.