બીરબલ વિનોદ/દિલ્હીમાં કાગડા કેટલા?

← વીંછીનો મંત્ર બીરબલ વિનોદ
દિલ્હીમાં કાગડા કેટલા?
બદ્રનિઝામી–રાહતી
સાકરનો હીરો →


વાર્તા ૬૫.

દિલ્હીમાં કાગડા કેટલા?

એક દિવસ બાદશાહે પૂછયું “બીરબલ આપણા શહેરમાં કેટલા કાગડા વસ્તા હશે ?” બીરબલે તરતજ હાથ જોડી કહ્યું “ હઝૂર ! સાઠ હઝાર પાંચસે ને બાવન કાગડા આપણા દિલ્લી નગરમાં છે.

બાદશાહે કહ્યું “જો કદાચ ઓછા વધતા હોય તો ?” બીરબલ બોલ્યો “ જહાંપનાહ ! જો વધારે થાય તો જાણી લેવું કે એટલા કાગડા બહાર ગામથી પોતાના ભાઈબંધોને મળવા અત્રે આવ્યા છે અને જો ઓછા થાય તો સમજી લેવું કે એટલા પરદેશ ભાઈબંધોને મળવા ગયા છે.”

આ તર્કશક્તિ અને હાઝર જવાબી સાંભળી બાદશાહ અત્યંત પ્રસન્ન થયો.