બીરબલ વિનોદ/નદી કેમ રડે છે?
← ધુંધચીની માળા | બીરબલ વિનોદ નદી કેમ રડે છે? બદ્રનિઝામી–રાહતી |
પાનમાં પાન કયું મોટું? → |
વાર્તા ૬૦.
નદી કેમ રડે છે ?
વર્ષાઋતુમાં એક દિવસ જમના કિનારે આવેલા રાજમહેલમાં અકબર સૂતા હતા, એવામાં નદીમાં અણ-
ચિન્તવ્યું જોશબંધ પૂર આવ્યું. જેનો ખળખળાટ સાંભળી
અકબરે એ વિચાર કર્યો કે “અડધી રાત્રિના સમયે
આ નદી શા માટે રૂદન કરે છે ? મારા રાજ્યમાં કોઈ
દુ:ખી નથી, છતાં આ નદીને માથે એવું કયું દુઃખ પડ્યું
હશે જે આમ વિલાપ કરે છે ?" એ વિચારોએ એવું
ગંભીર રૂપ ધારણ કર્યું, કે તેણે ચોકીદારોને બોલાવી તે
વિષે ખુલાસો પૂછ્યો, પણ એ બીચારા આવી તરંગી
વાતનો શો જવાબ આપી શકે ? ચોકીદારોને ખુલાસો
કરવા માટે અશક્ત જોઈ બાદશાહે કેટલાક દરબારીયોને
બોલાવ્યા અને તે સવાલ કર્યો, પરન્તુ તેઓ પણ જવાબ
ન આપી શક્યા એટલે બીરબલને બોલાવી લાવવાનો
શાહે હુકમ કર્યો. સીપાહીએ બીરબલને ત્યાં જઈ તેને
જગાડ્યો અને શાહનો પેગામ આપ્યો. બીરબલે પેલા
સિપાહીને પૂછ્યું “ભાઈ ! અર્ધ રાત્રિને સમયે એવું
કયું કામ પડ્યું છે, જેને માટે મને બોલાવવામાં આવ્યો ?”
સિપાહી એ બધી વાત કહી સંભળાવી એટલે બીરબલ
ઝટપટ કપડાં પહેરી સિપાહી સાથે બાદશાહની હઝૂરમાં
જઈ પહોંચ્યો. બાદશાહે તેને પણ એજ સવાલ કર્યો.
બીરબલે વિચાર્યું કે વરસાદના જોરથી કદાચ નદીમાં
એકાએક પૂર આવી જવાથી બાદશાહ ઝબકી ઉઠ્યા હશે.
તેણે કહ્યું “જહાંપનાહ ! નદી રડે એમાં નવાઈ પામવા
જેવું કાંઈજ નથી, કેમકે તેનું પિયર પર્વતમાં અને
સાસરીયું સમુદ્રમાં છે, એટલે તે પિયરથી નીકળી સાસરીયે
જાય છે અને એ જ કારણે તે રૂદન કરે છે. કેમકે,
સંસારના વ્યવહાર પ્રમાણે સાસરીયે જતાં કન્યાને માતૃપિતૃ વિયોગને લીધે સ્હેજે રડવું આવી જ જાય છે.”
એ ચાતુર્યપૂર્ણ પ્રત્યુત્તર સાંભળી બાદશાહ અત્યંત ખુશ થયો અને બીરબલને ભારે ઈનામ આપ્યું."* [૧]
- ↑ * આ વાર્તામાં બાદશાહને એક મૂર્ખ તરીકે ચીતર્યો છે, એટલે આ બનાવ આવા સ્વરૂપમાંજ બનવા પામ્યો હશે કે કેમ, એ એક સવાલ છે. એવી ઘણી વાર્તાઓ આ પુસ્તકમાં જોવામાં આવશે, એ ઉપરથી એવું અનુમાન થાય છે કે એ વાર્તાઓ પાછળથી લોકોએ ઘડી કાઢી ઉમેરી દીધી છે. ગમે તેમ હોય, પરંતુ આપણે તો બીરબલના બુદ્ધિ ચાતુર્યનો પરિચય કરવા માગીએ છીએ એટલે આવી વાર્તાઓમાં પણ આપણી ઇચ્છા પાર પાડી શકાય એમ છે. છતાં આવી વાર્તાઓ ઉપરથી બાદશાહને એ મૂર્ખ અથવા તરંગી ન ધારી લેવો.
માટે લખાઈ છે, પણ તેમાં માત્ર એટલો જ ફેર છે કે, આ વાતમાં જેવી રીતે સીતાજીના લંકા નિવાસ પરથી સવાલ પૂછ્યો હતો, તેવી રીતે પેલી બીજી વાર્તામાં બીરબલે બેગમને એવો સવાલ પૂછ્યો કે “દ્રૌપદીના પાંચ ધણી હતા એટલે આપના પાંચ ધણી કયા કયા છે એ બતાવો.” વાંચકોને એક જ પ્રકારની વાર્તાઓ બે વાર વાંચતાં કંટાળો ન આવે એ માટે બીજી વાર્તા અત્રે રજુ કરી નથી.