બીરબલ વિનોદ/પાદ અને દસ્ત
← ટાઢ કેટલી છે? | બીરબલ વિનોદ પાદ અને દસ્ત બદ્રનિઝામી–રાહતી |
દાઢી ખેંચનારને મીઠાઈ ખવડાવો → |
વાર્તા ૫૦.
પાદ અને દસ્ત.
એક દિવસે બાદશાહે કહ્યું “બીરબલ ! તમારી હીંદી ભાષા તો તદ્દન જ ગંદી છે. પગ જેવા માનવ શરીરના ઉત્તમ અંગને કે જેના વડે તીર્થાટન કરી શકાય છે, પાદ કહેવામાં આવે છે ! ?” બીરબલ ઝટ બોલી ઉઠ્યો “જહાંપનાહ ! આપની ફારસી ભાષાનું પણ એમજ છે. સર્વ માનવ અંગોમાં સરતાજ એવા હાથને ફારસી ભાષામાં દસ્ત (મળ) કહેવામાં આવે છે !!”
આ ઉતર સાંભળી બાદશાહ પોતાના હાસ્યને અટકાવી ન શક્યો.