બીરબલ વિનોદ/પ્રકાશમાં અંધકાર

← ત્રણ પ્રશ્નો બીરબલ વિનોદ
પ્રકાશમાં અંધકાર
બદ્રનિઝામી–રાહતી
૬૮ તીર્થનું રક્ષણ →


વાર્તા ૨૮.

પ્રકાશમાં અંધકાર.

એક પ્રસંગે બાદશાહે પૂછ્યું “ બીરબલ ! જે પ્રાણી માત્રની દૃષ્ટિએ સૂર્યચંદ્ર દેખાય છે, તે સૂર્યચંદ્રના પ્રકાશથી સર્વ વસ્તુઓ જોઈ શકાય છે; પરંતુ એવીયે કોઈ વસ્તુ હશે જે તેમના પ્રકાશમાં ન જણાય ?” બીરબલ તરતજ બોલી ઉઠ્યો “જી હા, નામદાર ! એ સૂર્યચંદ્રના પ્રકાશમાં પણ અંધકાર દેખી શકાતો નથી."

આ હાઝર જવાબીથી બાદશાહ અત્યંત પ્રસન્ન થયો.