બીરબલ વિનોદ/બેટી દેદો, પોતા દિલાદો

← ચોબાની હાઝરજવાબી બીરબલ વિનોદ
બેટી દેદો, પોતા દિલાદો
બદ્રનિઝામી–રાહતી
જાઝરૂમાં ચિત્ર →


વાર્તા ૧૨૮.

બેટી દે દો, પોતા દિલા દો.

એક પ્રસંગે બાદશાહ અને બીરબલ ઘોડાઓ પર સવાર થઈ ફરવા નીકળ્યા. રસ્તામાં વડનું એક મોટું ઘટાદાર ઝાડ જોઈ બાદશાહે કહ્યું “બીરબલ ! કેસા સુંદર બર (વડ અથવા વર) હે?”

બીરબલ તરતજ બોલી ઉઠ્યો “હુઝૂર ! બેટી દે દો.”

બાદશાહ એ ઉત્તર સાંભળી ચુપ થઈ ગયો. આગળ ચાલતાં એક મોટું મકાન આવ્યું એટલે, બાદશાહે કહ્યું “બીરબલ ! યે મકાન કિત્ના ઉમ્દા હે, પરન્તુ મેલા હો રહા હે ! ! ”

બીરબલે ઉત્તર આપ્યો “હુઝૂર ! સચ હે, આપ પોતા દિલવા દો.”

('પોતા દિલવા દો’ એટલે ચૂનાવડે ધોળાવી દો. પરન્તુ બીરબલે પ્રથમ જે ઉત્તર આપ્યો હતો, તેની સાથે પણ આ વાક્ય સંબંધ ધરાવે છે અને તે આધારે તેનો અર્થ પૌત્ર તરીકે લઈ શકાય.)

બાદશાહ બીરબલે કરેલી મસ્ખરીથી ઘણોજ પ્રસન્ન થયો અને કહેવા લાગ્યો “ બીરબલ ! દરેક વાતને વિનોદનું સ્વરૂપ આપવાની તારામાં ખરેખર અજબ શક્તિ રહેલી છે.”