બીરબલ વિનોદ/રાજાનો હજામ પણ ચાલાક હોય

← જેવી કરણી તેવી પાર ઉતરણી બીરબલ વિનોદ
રાજાનો હજામ પણ ચાલાક હોય
બદ્રનિઝામી–રાહતી
કાળીનું કૌતુક →


વાર્તા ૯૧.

રાજાનો હજામ પણ ચાલાક હોય..

એક દિવસે બાદશાહ, દરબારમાં બેઠો બેઠો સ્હેજ પણ બોલ્યા ચાલ્યા વગર એકી નઝરે જોઈ રહ્યો હતો. આ વિચિત્ર હાલત જોઈ બધા દરબારીયો આશ્ચર્ય પામ્યા અને માંહોમાંહે અનેક પ્રકારના તર્ક વિતર્ક કરવા લાગ્યા. બાદશાહે દરબારીયોની મુંઝવણ જાણી લઈ એક કાગળ પોતાના ખીસામાંથી કાઢી, તેમાં લખેલ અક્ષર બતાવી, સૌને પૂછ્યું કે “આ ઉ છે કે જુ છે.” આ વળી વિચિત્ર સવાલે બધાને વધુ અકળામણમાં નાંખ્યા અને શો જવાબ આપવો તેના વિચારમાં ગુંચવાયા; પરંતુ કાંઈ નિર્ણય ન કરી શકાયો. એવામાં બાદશાહના હજામે ઉભા થઈ હાથ જોડી કહ્યું “ નામદાર જહાંપનાહ! જુ નથી પણ ઉ છે. જો જુ હોત” તો હાલ્યા ચાલ્યા વગર રહેત નહીં.”

આ વિનોદી જવાબ સાંભળી બધા હસી પડ્યા અને બાદશાહે હજામને ઘણી શાબાશી આપી.