બીરબલ વિનોદ/રામનામને બદલે મ્હારૂં નામ લખો

← ઓર ક્યા? બીરબલ વિનોદ
રામનામને બદલે મ્હારૂં નામ લખો
બદ્રનિઝામી–રાહતી
પનઘટની વાતો →


વાર્તા ૧૨૩.

રામ નામને બદલે મહારૂં નામ લખો.

એક પ્રસંગે બાદશાહે બીરબલને બોલાવી આજ્ઞા આપી કે “હિન્દુ લોકો પત્રને મથાળે ‘રામ’ નામ લખે છે, તે કાઢી નાંખી હવેથી મ્હારૂં નામ લખે એવો હુકમ બહાર પાડો.”

બીરબલે હાથ જોડીને અરઝ કરી “બહુ સારું હુઝૂર ! પરંતુ, એક સવાલ એ ઉભો થાય છે કે રામ નામ લેતાં પત્થરો પાણીમાં તરે છે, એટલે આપનું નામ લેતાંએ પત્થર પાણીમાં તરશે કે કેમ ?!”

બાદશાહ આ જવાબ સાંભળી નિરૂત્તર બની ગયો અને એ હઠ પડતી મૂકી.