← બે પ્રશ્નોનો એકજ ઉત્તર બીરબલ વિનોદ
સંસારના મૂર્ખ
બદ્રનિઝામી–રાહતી
માકૂલ, બહેન કૂલ →


વાર્તા ૧૧૮.

સંસારના મૂર્ખ.

એક દિવસ બાદશાહે બીરબલને પૂછ્યું “શું, દુનિયામાં ઘણા માણસો મૂર્ખ હશે ?!”

બીરબલે વિનોદી ઉત્તર આપતાં કહ્યું “ પૃથ્વિનાથ ! એ તો ખબર નથી, પરંતુ આપ એકલા હોવાના વિચારે અકળાશો મા, ઘણા નીકળી આવશે.”

આ ઉત્તર સાંભળી બાદશાહ ચુપ થઈ ગયો.