બીરબલ વિનોદ/સુખી કોણ?
← કીર્તિને કાળ નવ ખાય | બીરબલ વિનોદ સુખી કોણ? બદ્રનિઝામી–રાહતી |
સૌના મનમાં શું? → |
વાર્તા ૪૧.
સુખી કોણ?
એક વેળા ભર દરબારમાં બાદશાહે પૂછયું “બીરબલ ! સુખી કોણ?”
બીરબલે કહ્યું “નામદાર! જીવતું માણસ કોઈ કાળે પણ સુખી ન કહી શકાય. એતો મૂવા પછીજ સુખી કહેવાય છે.”
બાદશાહે પૂછયું “તેનું શું કારણ?”
બીરબલ બોલ્યો “જે માણસ આજે સુખી છે તે કાલે દુઃખદ અવસ્થામાં આવી પડે છે, એટલે કે દુઃખનો માથે ઝઝુમી રહેલો પર્વત કયારે માથે પડશે એ કોઈથી કળી શકાતું નથી અને રાત્રિ દિવસ તેની જ ફીકર રહે છે. એટલે પછી તેને સુખી કયાંથીજ કહેવાય? વળી બ્હારથી સુખી દેખાતા મનુષ્યનું અંતઃકરણ સુખી છે કે દુ:ખી તે કેમ જાણી શકાય? માટે ખરી રીતે તે માણસ મૂવા પછીજ સુખી બને છે.
આ સાંભળી સૌ ચક્તિ થયા, અને બાદશાહના મનને પણ ઘણોજ આનંદ થયો.