બીરબલ વિનોદ/હોડીનો પ્રબંધ
← આ પણ અમારૂં જ છે ! | બીરબલ વિનોદ હોડીનો પ્રબંધ બદ્રનિઝામી–રાહતી |
આન પડી હે → |
વાર્તા ૧૩૧.
હોડીનો પ્રબંધ.
એક દિવસ બાદશાહ અને બીરબલ ફરતા ફરતા એક ગામમાં જઈ પહોંચ્યા. અકબરે એક રસ્તે જતા માણસને પૂછયું “ ભાઈ! તારૂં નામ શું છે?” પેલાએ ઉત્તર આપ્યો “ગંગા.” બાદશાહે કહ્યું “તારા બાપનું નામ?” પેલાએ જવાબ આપ્યો "યમુના."
આ જોઇ બીરબલે તેના ભાઈ અને માનું નામ પૂછતાં તેણે અનુક્રમે “નર્મદા” અને “સરસ્વતી નામ બતાવ્યાં. બીરબલ જેવો વિનોદી પુરૂષ ચુપ રહે એ અસંભવિત જ ગણાય. તેણે પેલા ગામડીયાને કહ્યું “બસ, બસ, લગાર થોભીજા ભાઈ! મ્હને પ્રથમ હોડીનો પ્રબંધ કરી લેવા દે, નહીં તો આપણે બધા તણાઈ જઈશું !!”
આ ઉત્તર સાંભળી બાદશાહ અને પેલો ગામડીયો બેઉ ખડ્ખડ્ હસવા લાગ્યા.