← કારતક માસ ભડલી વાક્ય
માગસર માસ
ભડલી
પોષ માસ →


માર્ગસીર્ષ

મેઘ મર્ગસિર્ષ વદિ આઠેમ, હોય મેઘ શ્રાવણમાં નેમ;
દશમી વદિને પોષે માસ, શ્રાવણ વદિ દશમીએ વાસ. (૧૨)

જ્યેષ્ટા મહાર્ગશિર્ષમાં, વળી તપે જો મૂળ;
બોલે ભડળી એમ જે, નિપજે અન્ન અતુલ. (૧૩)

માગશિર્ષ આઠમ ઘટા, વીજ સમેતી હોય;
તો શ્રાવણ વરસે ભલો, સાખ સવાઈ જોય. (૧૪)