ભડલી વાક્ય/શકુન વિશે છીંક વિચાર
← ચુડાના મુહુર્તની તિથીવાર | ભડલી વાક્ય શકુન વિશે છીંક વિચાર ભડલી |
શ્વાનના શુકન → |
શકુન વિશે છીંક વિચાર, પા
હવાં સુણા સહુ છીંક વિચાર, સકળ શુભાશુભમતિ અનુસાર
છીંક પુડની કુરાળ ઉચ્ચાર, કાર્જ એથી સરે નિર્ધાર
સનમુખ છીંક કરાવે ગડ, છીંક દાહિની દ્રવ્ય નસાડ,
ઊંચી છીંક ગણા જયકાર, નીચી છીંક થકી ભયધા
છીંક આપણી બહુ દુખદાઇ, એવી છીંક વિચાર ભાઇ,
છીંક સુધણી છળ રિલીન, છીંક ખાટી જાણા ક્હીન
વાંઇ ઉંચી પીડની, છીંક કડી સુખકાર
નીચી સનમુખ દાહિની, આપણી છીંક અસાર્.