મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂ અબ્દુલ્લાહ યઈશ અલ ઉમવી
← યાકૂબ ઇબ્ને તારીક | મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો અબૂ અબ્દુલ્લાહ યઈશ અલ ઉમવી સઈદ શેખ |
ઉમર અલ ખૈયામ → |
(જ. આ. ૧૪૦૦, અંદલૂસીયા, સ્પેન, મૃ - ૧૪૮૯, દમાસ્કસ સીરીયા)
અબૂ અબ્દુલ્લાહ યઈશ ઈબ્ને ઈબ્રાહીમ અલ ઉમવી નો જન્મ આશરે ઈ.સ. ૧૪00માં સ્પેનના અન્દલૂસીયામાં થયો હોવાનું મનાય છે. ઈ.સ. ૧૪૮૯માં સીરીયાના દમાસ્કસ શહેરમાં અવસાન થયું.
અબુ અબ્દુલ્લાહ યઈશ અલ ઉમવીએ ગણિતશાસ્ત્રી તરીકે 'મરાસિમ અન ઈન્તિસાબ ફી ઈલ્મ અલ હિસાબ' (અંક ગણિતના નિયમો અને પ્રક્રીયાઓ બાબતે) તથા 'સ્ફલ ઈસ્ખલ ફી મારિફત અલ અસ્ખત' (માપણી બાબતે) ની રચના કરી છે. બીજા ગ્રંથમાં અલ ઉમવીએ લંબાઈ, ક્ષેત્રફળ, વર્તુળના ચાપની લંબાઈ, ત્રિકોણના ક્ષેત્રફળ, ગોળાના કદ, શંકુના કદ અને પ્રિઝમના કદ વિશે ચર્ચા કરી છે.
અબુ અબ્દુલ્લાહ યઈશ ઇબ્ને ઈબ્રાહીમ ઈબ્ને યુસુફ ઈબ્ને સીમાક અલ ઉમવી સ્પેનના દક્ષિણ પ્રાંત અન્દલૂસીયામાં જન્મ્યા હતા. તેમની જન્મ તારીખ અને મૃત્યુ તારીખમાં ઘણા મતભેદ છે. જો કે અલ ઉમવી ને ૧૫મી સદીમાં થઈ ગયા એવું આધારભૂત સ્રોતો ઉપરથી જણાય છે.
અલ ઉમવીએ પોતાનું જીવન દમાસ્કસ, સીરીયામાં વીતાવ્યું. એમણે લખેલા બે પુસ્તકો હાલમાં હયાત છે. 'મરાસીમ અલ ઈન્તીસાબ ફી ઈલ્મ અલ હિસાબ’ (અંકગણિતના નિયમો અને પદ્ધતિઓ વિશે છે) અને રા'ફલ ઈશકાલ ફી મારિફત અલ અશ્કલ જે માપણી કે મોજણી વિશે છે.
'મરાસીમ'માં અલ ઉમવીએ Chords (ચાપકર્ણ) ની લંબાઈ તથા વર્તુળના ચાપ (arc)ની લંબાઈ માપવાના નિયમો (પાયથાગોરસના સિદ્ધાંત મુજબ) અને વર્તુળનું ક્ષેત્રફળ, વર્તુળનો કપાયેલા ભાગનું ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળ, ચતુર્ભુજ આકૃતિઓનું ક્ષેત્રફળ, ગોળાનું કદ, શંકુનું કદ અને પ્રિઝમના કદ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી છે. વિદ્વાનોના મત મુજબ આ કંઈ એવી મહત્ત્વની બાબતો ન હતી કે જે પૂર્વના વિદ્વાનો જાણતા ન હતા. અબ ઉમવીનું મહત્ત્વનું કાર્ય છે અંકગણિતિય અને ભૌમિતિક શ્રેણીઓમાં, અલ ઉમવીએ સરવાળાની શ્રેણી E- r3, E- (2r+1)3 અને E(2r)૩ આ જ્યાં r=1 થી r=n છે. આ પિરામીડલ આંકડાઓના સરવાળાની શ્રેણી ગણાય છે. અલ કરજીએ ૪00 વર્ષ પહેલા જે બાબત ભૌમિતિક રીતે સમજાવી હતી, અલ ઉમવીએ એને આંકડાકીય સ્વરૂપ આપ્યું.
આ ગ્રંથમાં અલ ઉમવીએ કેટલાક સૂત્રો એવા આપ્યાં છે જે આ અગાઉ કયારેય કોઈ અરબી ગ્રંથમાં જોવા મળ્યા ન હતા.