મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અલી ઇબ્ને રબ્બન અલ તબરી
← તકીઉદ્દીન મા'રૂફ | મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો અલી ઇબ્ને રબ્બન અલ તબરી સઈદ શેખ |
અબ્દુલ રહમાન અલ સૂફી → |
અલી ઇબ્ને રબ્બન અલ તબરી નો જન્મ ઈ.સ. ૮૩૮માં થયો હતો. એમના માતા પિતા તબરીસ્તાન (તુર્કમેનિસ્તાન)ના રહેવાસી હતા તેથી તે અલ તબરી તરીકે પણ ઓળખાય છે. તેઓ એક સારા તબીબ હોવા ઉપરાંત ફિલસૂફ, ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી પણ હતા.
અલ તબરીએ તબીબી વિજ્ઞાન અને કેલીગ્રાફી (સુંદર અક્ષરે લખવાની કળા)નું શિક્ષણ પિતા સહલ પાસેથી પ્રાપ્ત કર્યું હતું. આ ઉપરાંત સીરીયાક અને ગ્રીક ભાષામાં પણ નિપુણતા મેળવી હતી.
અલ તબરીને વિશ્વભરમાં નામના મળી એમના દ્વારા લખાયેલ ‘ફિરદોસ અલ હિકમહ’ નામક તબીબીશાસ્ત્રના વિશ્વકોષની રચનાથી. સાત ખંડોમાં લખાયેલ આ વિશ્વકોષમાં તબીબી વિજ્ઞાનની ઘણી શાખાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ વિશ્વકોષમાં અલ તબરીએ માનવઅંગોની, સમજણ, તંદુરસ્તી માટેના નિયમો, માંસપેશીઓના રોગો, ડાયેટીંગ, રોગોની ઉત્પત્તિના કારણો, માથા અને મગજના રોગો, આંખ કાન, નાક, મોઢા અને દાંતના રોગો, છાતી, ગળાના રોગો પેટના અને કાળજાના રોગો, આંતરડાના રોગો, તાવ, સ્વાદ અને રંગ, ઔષધો અને ઝેર, તંદુરસ્તીની કાળજી માટેના ઉપાયો, હવામાન ખગોળશાસ્ત્ર તથા ભારતીય ઔષધો વગેરે જેવા વિષયોની રસપ્રદ માહિતીપૂર્વક છણાવટ કરી છે.
અલ તબરીએ આ ગ્રંથ અરબીમાં લખ્યું અને પછી સીરીયાક ભાષામાં પોતે જ અનુવાદ કર્યો. આ ઉપરાંત દીન એ દૌલત અને હિફઝ અલ સેહત નામક બીજા બે ગ્રંથો પણ લખ્યા.
ઈ.સ. ૮૭૦માં એમનું અવસાન થયુ હતું.