મારો જેલનો અનુભવ/અનુભવ બીજો : કાફરો સાથે
← અનુભવ બીજો : જોહાન્સબર્ગમાંની જેલમાં પહેલી રાત્રિ | મારો જેલનો અનુભવ અનુભવ બીજો: કાફરો સાથે મોહનદાસ કરમચંદ ગાંધી |
અનુભવ બીજો : બીજો દિવસ-૨ → |
વાડીનું કામ.
અકળાવાનો સબબ એ હતો કે કાફરા તથા ચીના કેદી જંગલી ખુની તથા અનીતિવાળા લાગ્યા. તેઓની ભાષા હું જાણતો નહોતો. કાફરોએ મને સવાલો પૂછવા શરૂ કર્યા તેમાં પણ મેં મશ્કરી જેવું જોયું. હું તો સમજી શક્યો નહિં. મેં કંઇ જવાબ ન વાળ્યો. તેણે મને ભાંગેલા અંગ્રેજીમામ પૂછ્યું "આમ મને શા સારૂ લાવ્યા છે?" મેં થોડો ઉત્તર દીધો ને મુંગો રહ્યો. પછી ચીનાએ શરૂ કર્યું. તે વધારે ખરાબ જણાયો. મારી પથારી આગળ આવી તે મને જોવા લાગ્યો. હું ચૂપ રહ્યો. પછી તે કાફરની પથારી આગળ ગયો. ત્યામ બંને જણ એજ બીજાની ભૂંડી મશ્કરી કરવા લાગ્યા અને એબ ઉઘાડવા લાગ્યા. આ બંને કેદીઓ ખૂનના કે મહાચોરીના આરોપવાળા હતા. આવું જોઇ મને ઉંઘ તો શાની જ આવે? બીજે દહાડે ગવર્નરને આ બધું સંભળાવીશ એમ વિચારી મોડી રાત્રે હું થોડું ઉંઘ્યો.
ખરૂં દુઃખ તો આ કહેવાય. સામાન ઉંચકવા વિગેરેનું તો કંઇજ નથી. જે અનુભવ મને થયો તેવો બીજા હિંદીઓને થતો હશે. બીજા પણ ડરતા હશે એમ યાદ કરી વળી હું ખુશી થયો કે આવું દુઃખ હું પણ અનુભવું છું. તે અનુભવથી હવે હું સરકાર સાથે લડત વધારે લડીશ ને જેલમાં આવી બાબતમાં સુધારા કરવાનું બનશે એમ મેં ધાર્યું.આ બધો સત્યાગ્રહની લડતનો આડકતરો લાભ છે.