યુગવંદના/આપઘેલી
< યુગવંદના
← સમર્પણ | યુગવંદના આપઘેલી ઝવેરચંદ મેઘાણી ૧૯૩૧ |
હું અને તું → |
નિર્જન વનમાં પાલવ ઢાળીને
એકલડી ફૂલમાળ હું ગૂંથું,
ગૂંથી ગૂંથી મારે કંઠે ધરવા,
એકલડી ફૂલમાળ ગૂંથું.
ગાન કરું મનમાં ને મનમાં,
મનને રાજી કરવા રે;
ખેલ કરે તોયે મનમાં મનમાં,
મનના માપ મિટવવા રે.
— નિર્જન૦
મનમાં રોતી, મનમાં હસતી,
મનમાં વરતી-પરણતી રે;
મનમાં ગુણ-અવગુણ પર મોહી ,
મનથી મ્હોબત કરતી રે.
— નિર્જન૦